વીજ વપરાશ પ્રમાણે વાયિંરગ જરૂરી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વાયરિંગ કરવા માટે સારી ગુણવત્તા ધરાવતા કોપર વાયરોનો ઉપયોગ કરવો જોઈએ

છેલ્લા કેટલાક સમયથી શહેરમાં બહુમાળી બિલ્ડીંગોમાં ર્શોટ સર્કિટના તેમજ તેના કારણે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે. જો યોગ્ય તકેદારી ના રખાય તો આવા બનાવો ઘણી વખત ગંભીર પરીણામો પણ લાવી શકે છે.
ફાયર બ્રિગેડના ચીફ ઓફિસર હિ‌તેશ તાપરીયાએ જણાવ્યું હતું ક, કોમર્શિ‌યલ બિલ્ડીંગમાં મોટા ભાગે એક જ સ્થળે કોમન રૂમમાં વીજમીટરો લગાડવામાં આવતા હોય છે. જો એકાદ વીજમીટરમાં પણ શોટસકીર્ટ થાય તો તેના કારણે તેની આસપાસના તમામ વીજમીટરોને પણ નુકશાન પહોંચી શકે છે અને સમગ્ર બિલ્ડીંગમાં અંધારપટની સ્થિતિ વર્તાઈ શકે છે.

બહુમાળી બિલ્ડીંગના વાયરિંગ માટે સ્પેશ્યલ ઇન્સ્પેક્ટરો વીજ કંપની દ્વારા નિમયેલા છે અને તેમના દ્વારા સમયાંતરે ચેકિંગ થાય તે પણ જરૂરી છે. મોટાભાગે ઉનાળની સિઝનમાં વીજ વપરાશમાં વધારો થતો હોઈ ર્શોટ સર્કિટના બનાવો વધુ બનતા હોવાના કારણે લોકોએ વીજ વપરાશના લોડને ધ્યાનમાં રાખીને વાયરીંગ કરવાની જાગૃતતા દાખવવી જોઇએ. શોટસકીર્ટના કારણે આગ જેવી પરિસ્થિતિ ટાળવા માટે દરેક ઘર, ઓફિસ અને દુકાનમાં ખરેખરે કેટલી ઇલેક્ટ્રીસિટીની કેટલી જરૂરીયાત છે તેને ધ્યાનમાં રાખી તે પ્રકારનું કનેકશન કરવા માટે ઉચ્ચ ગુણવત્તાવાળા કોપરના વાયરનો ઉપયોગ કરવો જોઈએ.

કોમ્પ.નું વાયરિંગ બદલાતું નથી

વીજ કંપની દ્વારા ૯ ઇમારતોનું વાયરિંગ અને મીટર સુધારવા નોટિસ અપાયા બાદ શહેરીજનો આ મુદ્દે જાગૃત બન્યા છે. માંજલપુરના શિવાલય કોમ્પલેક્સમાં મીટર સ્થળની વાયરિંગની સ્થિતિ ખરાબ હોવા છતાં એસો. દ્વારા સુધારાતી ન હોવાની ફરિયાદ સાંપડી છે. વેપારી શૈલેષ ખંડાઘડે એ જણાવ્યું હતું કે, તેઓ મેઇન્ટેનન્સ ચાર્જ નિયમિત ચૂકવે છે છતાં વાયરિંગ સુધારાતું નથી.

રહીશોએ છ દિવસ અંધારપટ વેઠયો

બરાનપુરા રૂદ્ર કોમ્પલેક્સના બેઝમેન્ટમાં લગાડાયેલા મીટરોમાં૮ માર્ચે સવારે ૧૦ વાગે આગ ભભૂકી ઉઠતાં ૨પ થી વધુ મીટરો બળીને ખાખ થઇ ગયા હતા. આગની ઘટનાને કારણે રૂદ્ર કોમ્પલેક્સમાં રહેતા ૨૬ પરિવારોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઇ હતી. નાસભાગમાં એક મહિ‌લાને પગે ઇજા પહોંચી હતી. એટલું જ નહીં ૨૬ પરિવારોને છ દિવસ સુધી અંધારપટમાં વિતાવવા પડયા હતા. આગના બનાવ બાદ રહીશો દ્વારા પ્રતિ પરિવાર પ,૦૦૦ નો ફાળો એકત્ર કરી નવો મીટર રૂમ બનાવવાની કાર્યવાહી શરૂ કરાઇ છે. - અતુલભાઇ સોની સાથે થયેલી વાતચીતના આધારે

ધો.૧૦ના છાત્રે ભાડેથી લાવેલી લાઇટ થકી વાંચીને પરીક્ષા આપી

રૂદ્ર કોમ્પલેક્સમાં આગ બાદ છ દિવસ વીજળી વેરણ બની હતી. જેથી ધો.૧૦ના વિદ્યાર્થી ભરત મારવાડીની હાલત કફોડી બની હતી. આ સંજોગોમાં વિદ્યાર્થીના મામાએ ચાર્જિંગ બેટરીથી ચાલતી લાઇટ પ્રતિ દિન રૂા.પ૦ ના ભાડેથી લાવી આપતાં ભરત મારવાડીએ આ લાઇટના પ્રકાશમાં વાંચીને ત્રણ પેપરની પરીક્ષા આપી હતી.