તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Politics On VadFest Apply 122 RTI In Vadodraa Latest News

વડફેસ્ટ પર રાજકારણ ગરમાયું: 122 RTI અરજી થઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-સફળ કાર્યક્રમને નિષ્ફળ કરવાનો કારસો કે હકીકત જાણવા માટે આયોજકો પાસે RTI હેઠળ માહિતી મગાઇ?
-
વડોદરા:વડોદરામાં આયોજિત વડફેસ્ટની આવક-જાવક અને ખર્ચના હિસાબ માગતી 122 જેટલી આરટીઆઇ કરવામાં આવી છે. વડફેસ્ટના કાર્યક્રમની જાહેરાત થતાં અનેક લોકોમાં નારાજગી ફેલાઇ હતી. જેનાં કારણો અલગ અલગ છે કોઈને વાંધો છે કે વડફેસ્ટમાં વડોદરાના કલાકારોને સ્થાન આપવામાં આવ્યું નથી, તો કોઈને વાંધો હતો કે રાજ્ય સરકારના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે.જેના કારણે એક પછી એક આરટીઆઈ દ્વારા લોકોએ વડફેસ્ટના કાર્યક્રમના આયોજકો પાસે જવાબ માંગ્યો છે. હમણાં સુધી 122 વ્યકિ્તઓએ આરટીઆઇ કરીને વડફેસ્ટ પાછળ થનાર આવક અને ખર્ચનો હિસાબ માંગ્યો છે.
આ અંગે વડોદરા આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશનમાં કોઓર્ડિનેટર અમિત ભટનારને પૂછતાં તેમણે 122 આરટીઆઇ થઈ હોવાની વાતનો એકરાર કર્યો હતો. આયોજકોએ જણાવ્યું હતુ કે, અમારો પ્રયાસ છે કે ફાઉન્ડેશન સમગ્ર કાર્યક્રમનો ખર્ચ પોતાની રીતે ટિકિટના વેચાણ અને સ્પોન્સર દ્વારા ઊભો કરી શકશે. જોકે આ આરટીઆઇ માટેનો યોગ્ય જવાબ પણ વડફેસ્ટના આયોજકો દ્વારા આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આરટીઆઇ કરનાર લોકોએ ગુજરાત સરકારના ટુરિઝમ ડિપાર્ટમેન્ટને આરટીઆઇ કરી છે અને મોટાભાગની આરટીઆઇમાં એકસરખા જ સવાલો કે મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યાં છે. જ્યારે કેટલાક લોકોએ સીધી જ વડોદરા આર્ટ એન્ડ કલ્ચર ફાઉન્ડેશન પાસેથી આરટીઆઇ કરીને માહિતી માગી છે.

જવાબ આપવાનો રહેતો નથી છતાં માહિતી આપી છે
ફાઉન્ડેશન રજિસ્ટ્રર્ડ સંસ્થા છે, જ્યાં સુધી રાજ્ય સરકારની આર્થિક મદદનો સવાલ છે ત્યાં સુધી હમણાં સુધી કોઈ ફંડ લીધું નથી, તેવા સંજોગોમાં અમે આરટીઆઈ હેઠળ આવતા નથી. કારણ જ્યાં સુધી રાજ્ય સરકારની મદદ નથી એટલે અમારે આરટીઆઇ હેઠળ જવાબ આપવાનો થતો નથી. આમ છતાં અમે જેમણે આરટીઆઇ કરી છે તેમને જાણ કરી દીધી છે. આ અંગે જવાબ આપવાનો રહેતો નથી.> અિમત ભટનાગર, મેમ્બર વડફેસ્ટ મેનેજિંગ કમિટિ
આગળ વાંચો RTIમાં આ મુદ્દાની જાણકારી મંગાઇ,RTI કોણે કરી?