વડોદરાના અટલાદરામાં ગટરમાં માનસિક અસ્વસ્થ યુવક પડતા દોડધામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
વડોદરા: અટલાદરા સન ફાર્મા રોડ પર પ્રથમ ઉપવન સોસાયટી સામે રવિવારે સાંજે છ કલાકે એક માનસિક અસ્વસ્થ યુવક ગટરમાં પડી જતા દોડધામ વ્યાપી હતી. બનાવની જાણ શહેર ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના લાશ્કરો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમણે યુવકને દોરડાની મદદથી બહાર કાઢ્યો હતો. યુવકની પૂછપરછ કરવામાં આવતા તેનું નામ બહાદુરસિંહ દલપતસિંગ રાઠોડ (ઉ.વ. ૪૦) પંચમહાલના કાલોલ તાલુકાના સણસોલી ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું.