તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હર-હર મહાદેવનો જયઘોષ, શિવજી કી સવારીમાં શહેર શિવમય બન્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-શિવજી કી સવારીમાં શહેર શિવમય બન્યું
-દેશમાં સૌ પ્રથમ વખત સંસ્કારી નગરીમાં મહાશિવરાત્રિ પર્વે શિવ પરિવાર સાથેની યાત્રા નીકળી
-વહેલી સવારથી શિવાલયોમાં હર-હર મહાદેવનો જયઘોષ ગૂંજ્યો બપોરે ૪.૩૦ કલાકે કૈલાસપુરીથી શિવજીકી સવારી નીકળી

દેશમાં સૌ પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિ પર્વે શરૂ થયેલી શિવ પરિવાર સાથેની 'શિવજી કી સવારી’ રથયાત્રામાં પાંચનો અનોખો સંયોગ રચાયો હતો. પાંચ કિ.મી. લાંબી રથયાત્રામાં હર હર મહાદેવ...ના જયઘોષ સાથે હજારો શિવભક્તો ઉમટતાં શહેર શિવમય બન્યું હતું. શહેરના રાજમાર્ગો ઉપર નીકળેલી શિવજી કી સવારી રથયાત્રાએ શહેરીજનોમાં આકર્ષણ જમાવી ઘેલું લગાડયું હતું. રથયાત્રાના રૂટ ઉપર શિવ પરિવારને આવકારવા માનવમહેરામણ ઉમટતાં યાત્રામાં સામેલ શિવભક્તો આનંદથી ઝૂમી ઉઠયા હતા. બપોરે ૪.૩૦ કલાકે શરૂ થયેલી શિવજી કી સવારીનું રાત્રે ૯.૧પ કલાકે કૈલાસપુરી ખાતે સમાપન થયું હતું.

સત્યમ્ શિવમ્ સુંદરમ્ પરિવાર દ્વારા સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિ પર્વે શિવજી કી સવારી રથયાત્રાની નવી પરંપરા શરૂ કરવાનો સંકલ્પ કરાયો હતો. આ સંકલ્પના ભાગરૂપે પંચધાતુમાંથી બનાવેલી દેશની સૌથી વિરાટ શિવ પરિવારની મૂર્તિ‌ઓને રથમાં આરૂઢ કરાવી આજે શિવજી કી સવારી રથયાત્રાનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત આજે શિવજી કી સવારી રથયાત્રાને બપોરે ૪.૩૦ કલાકે વિધાનસભા અધ્યક્ષ વજુભાઇ વાળા તેમજ વડોદરાના રાજવી સમરજિતસિંહ ગાયકવાડે કૈલાસપુરી ખાતેથી પ્રસ્થાન કરાવતાં ઉપસ્થિત ભક્તોએ હર હર મહાદેવ..ના જયઘોષથી વાતાવરણ ગજવી દીધું હતું.

શિવ પરિવારની વિરાટ પ્રતિમાને રથમાં આરૂઢ કરાવી ભક્તો દ્વારા રથને દોરડા વડે ખેંચીને નિયત રૂટ પર આગળ લઇ જવાતાં માર્ગો ઉપર પ્રતીક્ષા કરી રહેલા હજારો શહેરીજનો શિવ પરિવારના દર્શન કરી ધન્ય બન્યા હતા. શિવજી કી સવારી સ્વાગત યાત્રાના નિર્ધારિત માર્ગ ઉપર ઠેરઠેર માનવમહેરામણ જોવા મળ્યો હતો. યાત્રાના માર્ગ ઉપર ઠેરઠેર શિવ પરિવારનું શહેરીજનોએ ઉમળકાપૂર્વક જોરદાર સ્વાગત કર્યું હતું. શિવજી કી સવારી રથયાત્રાની સાથે ૧પ જેટલાં વિવિધ ફ્લોટ્સ સામેલ થયા હતા.

રથયાત્રાની આગળ આદિવાસી નૃત્ય, પંજાબી નૃત્ય, અટલાદરા તેમજ હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના ફ્લોટ્સ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકોએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યુ હતું.પાંચ કિ.મી. રૂટ પર નીકળેલી શિવ, પાર્વતી, ગણેશજી, કાર્તિ‌કેય અને નારદજીની પંચધાતુની પાંચ મૂર્તિ‌ઓ સાથેની શિવજી કી સવારી રથયાત્રામાં પાંચ લાખ શ્રદ્ધાળુઓ સામેલ થયા હતા. બાદ યાત્રાના નિયત રૂટ ઉપર શિવ પરિવારના દર્શન માટે ઉમટેલા શહેરીજનોને ગરમાગરમ શિરાના પ્રસાદનું વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવાઇ હતી.

આ વ્યવસ્થા યાત્રાના સમાપન સુધી ચાલુ રખાતાં હજારો લોકોએ પ્રસાદનો લ્હાવો લીધો હતો. પાંચ કલાક સુધી શહેરીજનોને ઘેલુ લગાડનાર મહાશિવરાત્રિની રથયાત્રાની આ નવી પરંપરા સાથે સંસ્કારી નગરીની આ પાંચમી મોટી શોભાયાત્રા બની હતી. શહેરમાં દેવપોઢી એકાદશીની શોભાયાત્રા, દેવઊઠી એકાદશીની શોભાયાત્રા, અષાઢી બીજ-ઇસ્કોનની શોભાયાત્રા, દેવદિવાળીએ નીકળતી નરસિંહજી ભગવાનની શોભાયાત્રા નીકળે છે. હવે મહાશિવરાત્રિની શોભાયાત્રાની નવી પરંપરાનો ઉમેરો થયો છે.

-સુરસાગર ખાતે મહાઆરતી વેળા હજારો દીવડા ઝળહળી ઉઠયાં
શિવજી કી સવારી રથયાત્રા સુરસાગર ખાતે પહોંચ્યા બાદ સાંજે ૭.૧પ કલાકે સુરસાગર મધ્યે સ્થાપિત શ્રી સર્વેશ્વર મહાદેવ સમક્ષ મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. મહાઆરતી વેળા સુરસાગરની ચોતરફ હજારો ભાવિકોએ હજારો દીવડા પ્રગટાવી મહાઆરતીમાં ભાગ લેતાં ઝળહળાંના દ્રશ્યો જોવા મળ્યા હતા.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો