ઘૂંટણના દર્દથી પીડાતો દર્દી ત્રણ સપ્તાહમાં ચાલતો થયો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વડોદરાના આઠ ડોકટર્સ અને તજજ્ઞોએ ૭૭ વર્ષીય દર્દી પર સફળ સારવાર

ગત વર્ષની નોબેલ પ્રાઈઝ વિનિંગ સ્ટેમસેલ ટેકનોલોજીની મદદથી દેશમાંપહેલીવાર પગની ઘૂંટણની કાર્ટિ‌લેજને રિપેર કરીને દર્દીને પાંચ જ દિવસમાં ચાલતો કરવાની વિશષ્ટિ સિદ્ધિ વડોદરામાં નોંધાઈ છે.

મૂળે ઉત્તરપ્રદેશના ગોરખપુરના ૭૭ વર્ષીય નરેશચંદ્ર વર્મા છેલ્લા ૧૦ વર્ષથી ડાબા પગમાં ઘૂંટણની સમસ્યાથી પિડાતા હતા. વડોદરાના પ્લાસ્ટિક સર્જન ડો. ભાસ્કર વ્યાસ અને સાત અન્ય તબીબો અને નિષ્ણાતોએ એકત્ર થઈને પ્લુરીપોટેન્ટ સ્ટેમ સેલ તૈયાર કરીને આ સેલ દર્દીના ઘૂંટણમાં ઇન્જેકશન દ્વારા નાંખવામાં આવ્યાં હતા. પરિણામે પાંચ જ દિવસમાં દર્દી નરેશચંદ્ર વર્માને દુ:ખાવો ઓછો થઈ ગયો અને ત્રણ અઠવાડિયામાં ચાલતા થઈ ગયા હતા. આ ઓપરેશન દેશમાં પણ પ્રથમ હોવાનું ટીમે જણાવ્યું હતું.