વડોદરામાં પારસી સમુદાયે પરંપરાગત રીતે નવરોઝ પર્વ મનાવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસી સમુદાયે આજે તેમના નવા વર્ષ ‘નવરોઝ’ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પારસી સમુદાયે શહેરમાં સયાજીગંજ તેમજ ફતેગંજ સ્થિત પારસી અગિયારી ખાતે અગ્નિદેવનું પૂજન-અર્ચન કર્યા બાદ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
શહેરમાં વસતો પારસી સમુદાય આજે પારસી નૂતન વર્ષની ઉજવણી પ્રસંગે સયાજીગંજ અને ફતેગંજ વિસ્તારમાં આવેલી તેમની ઐતિહાસિક પારસી અગિયારી ખાતે એકત્ર થયો હતો. પારસી ભાઇઓ-બહેનો-યુવક-યુવતીઓ અને નાના બાળકોએ પવિત્ર અગ્નિદેવની પૂજા-અર્ચના કરી પવિત્ર અગ્નિમાં સુખડનું કાષ્ટ મૂકર્યું હતું. ત્યારબાદ પારસી સમુદાયે એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
નૂતન વર્ષની ઉજવણી પ્રસંગે પારસી અગિયારીઓ તેમજ પારસી સમુદાયના ઘરો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા. શહેરમાં વસવાટ કરતા હિન્દુ-મુસ્લિમ-શીખ-ખ્રિસ્તી સમુદાયે પણ પારસી સમાજને નૂતન વર્ષ નવરોઝ પર્વની મુબારકબાદી અને શુભેચ્છા પાઠવી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા.
વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ.