તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Palej CCI Center In Malpractice Of Cotton Weight Farmers Blamed At Vadodara Latest News

વડોદરા:CCI કેન્દ્રમાં કપાસનું વજન ઓછું આંકી ગેરરીતિ : ખેડૂતોનો આક્ષેપ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પાલેજ સેન્ટર ઇન્ચાર્જે દ્વારા ખેડૂતોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ કર્યો હતો.)

-આક્રોશ|પાલેજ કેન્દ્રના ઇન્ચાર્જની કાર્યપદ્ધતિ સામે રોષ
-ભરૂચ-વડોદરા જિલ્લાના ખેડૂતો કપાસ આપવા આવે છે
વડોદરા:પાલેજ ખાતે આવેલી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સેન્ટરમાં કપાસ આપવા આવતાં ખેડૂતોને સેન્ટરના ઇન્ચાર્જ દ્વારા યેનકેન પ્રકારે હેરાનગતિ કરી ખેડૂતોને ધક્કા ખવડાવવા સાથે ખેડૂતોના કપાસનું વજન ઓછું આંકી ગેરરીતિ આચરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રોષ ખેડૂતો દ્વારા વ્યક્ત કર્યો હતો. ઘટનાને પગલે નારાજ ખેડૂતો તેમજ રક્ષક સેવા સમિતિ દ્વારા આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
પાલેજ ખાતે આવેલી સીસીઆઇ જીનમાં પાલેજ સહિત આસપાસના ગામડાઓમાંથી કપાસના ખેડૂતો પોતાનો કપાસ જમા કરાવવા માટે આવતાં હોય છે. ઉપરાંત વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલાં ગામોના ખેડૂતો પણ સીસીઆઇમાં જ પોતાનો કપાસ આપવા માટે આવતાં હોય છે. જોકે છેલ્લાં કેટલાંક સમયથી સીસીઆઇના સેન્ટર ઇન્ચાર્જ જે. ડી. સોલંકી દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ નહીં આપવા સાથે તેમના કપાસનું વજન પણ ઓછું દર્શાવી તેમને ઓછી માત્રાના કપાસની રસીદ અપાતી હોવાની ખેડૂતોમાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
નિયમાનુસાર કપાત કરવામાં આવે છે
ખેડૂતો નાના વાહનોમાં તેમના કપાસ લાવતાં હોય છે જ્યારે વેપારીઓ મોટા વાહનોમાં કપાસ લાવે છે. વેપારીઓ દ્વારા ભીનું કે હલકી ગુણવત્તાનોકપાસ લવાતાં તેમના નાણાં સરકારના નિયમોનુસાર કપાઇ છે. અમારા પર ખોટા આક્ષેપો કરાઇ રહ્યાં છે.> જે.ડી.સોલંકી, સેન્ટર ઇન્ચાર્જ, CCI

અગાઉ પણ ફરિયાદ કરવામાં આવી છે
8મી જાન્યુઆરીના રોજ સેન્ટર ઇન્ચાર્જ સોલંકીના મનસ્વી વલણના મામલે મુંબઇ ખાતે આવેલી મુખ્ય કચેરી તેમજ અમદાવાદ ખાતે આવેલી પેટા કચેરીએ ગેરરીતિ આચરવા અંગેની ફરિયાદ કરી છે. છતાં કાર્યવાહી કરવામાં આવી નથી.
> મૈયુદ્દીન હાંસોટવાલા, સાંસરોદ