• Gujarati News
  • ONGC Baroda High School Sports Mahakumbh Found 36 Medals

ખેલમહાકુંભમાં ONGC બરોડા હાઇસ્કૂલને 36 મેડલ્સ મળ્યાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં મેડલ જીતેલા વિદ્યાર્થીઓ)
- ખેલમહાકુંભમાં ONGC બરોડા હાઇસ્કૂલને 36 મેડલ્સ મળ્યાં
- શાળાઓના કુલ 835 છાત્રોએ સ્પર્ધાઓમાં ભાગ લીધો
વડોદરા : તાજેતરમાં યોજાયેલી ખેલમહાકુંભ ખેલસ્પર્ધાઓમાં વડોદરાએ બીજુ સ્થાન મેળવ્યું છે. સાથે જ શહેરની બરોડા હાઇસ્કૂલ, ઓએનજીસીના સ્ટુડન્ટ્સે 36 વિવિધ મેડલ્સ જીતીને વડોદરામાં સૌથી વધુ મેડલ જીતનારી શાળામાં સમાવેશ થયો છે. આ સ્કૂલની ટીમોએ હોકી, સ્કેટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જિમ્નેસ્ટિક્સ, એથ્લેટિક્સ, ફૂટબોલ અને જુડોનો સમાવેશ થાય છે. સ્કૂલના પ્લેયર્સને 14 ગોલ્ડ, 14 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલ્સ મળ્યાં છે. જેને કારણે આ સ્ટુડન્ટ્સને ટોટલ રૂ. 6,94,950ની ઇનામી રકમ મળી છે.
ખેલમહાકુંભમાં આ શાળાના 150થી વધુ પ્લેયર્સે વિવિધ ગેમ્સમાં ઇન્ડિવિજ્યુઅલી અને ટીમ તરીકે પાર્ટિસિપેશન કર્યું હતું. જેમાં સ્કૂલના પ્લેયર્સે વિવિધ ગેમ્સમાં ઇનામી રકમો જીતી હતી. જે પૈકી હોકીમાં રૂ. 2 લાખ, સ્કેટિંગમાં રૂ. 1.37 લાખ, એથ્લેટિક્સમાં રૂ. 1.31 લાખ, જુડોમાં રૂ. 1.33 લાખ, બેડમિન્ટમાં રૂ. 57 હજાર જેટલી રકમ જીતી હતી. આ વિશે સ્કૂલના પ્રિન્સિપાલ રસિક શાહે જણાવ્યું કે, સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ ટીચર એસોસિયેશને પણ પ્લેયર્સ બાબતના પ્રયાસોમાં પોઝિટિવ અભિગમ દાખવ્યો છે. જેને કારણે પણ આ શક્ય બન્યું છે. આ ઉપરાંત શાળામાં વિવિધ રમતોના કોચ પણ સારું માર્ગદર્શન આપી રહ્યાં છે.