બિલ્ડરના સુપરવાઇઝરનું અપહરણ કરનાર ૧ ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરની જમીનમાં બાનાખતનો વિવાદ ઊભો કરી બિલ્ડર પાસે નાણાં પડાવવા કારસો કરનાર ટોળકીએ બિલ્ડરના સુપરવાઇઝરનું અપહરણ કયુંર઼્ હતું. લક્ષ્મીપુરા ગામ પાસે સુપરવાઇઝર કારમાંથી કૂદી પડતાં છુટકારો થયો હતો. પોલીસે એકની ધરપકડ કરી છે જ્યારે એઝાઝ સહિ‌તના ૬ શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

મૂળ પાદરાના અને હાલ વડોદરાના માંજલપુરમાં રહેતા બિલ્ડર નયન શાહ અને તેમના પિતા દિનેશભાઇ શાહની માંજલપુરની સીમમાં આવેલી જમીનમાં રમેશભાઇનું બાનાખત હોઈ તેની મિટિંગ કરવા બોલાવ્યા હતા. પાદરાની ગીતાંજલિ સ્કૂલ પાછળ રમેશ લલ્લુ પટેલ, અનિલ છીતુ પટેલ, મહેન્દ્ર છગન, બિલ્ડરનો સુપરવાઇઝર સુભાષ મનુભાઇ પટેલ તેમજ એઝાઝ સિકંદર મલેક ભેગા થયા હતા. એઝાઝે પેમેન્ટ મામલે ધમકી આપતાં બેઠક પડી ભાંગી હતી. બિલ્ડરના સુપરવાઇઝર સુભાષ પટેલનું એઝાઝ અને તેના સાગરીતોએ અપહરણ કરી હોટલમાં ગોંધી રાખ્યા બાદ તેને કારમાં લઇ જતા સમયે લક્ષ્મીપુરા ગામ પાસે કાર ધીમી પડતાં સુભાષ પટેલ ચાલુ કારમાંથી કૂદી ગયો હતો. સુભાષ પટેલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પીઆઇ એમ.કે. ગુર્જરે રમેશની ધરપકડ કરી એઝાઝ સહિ‌ત અન્ય ૬ જણની શોધખોળ શરૂ કરી છે.
પોલીસે નાકાબંધી કરાવી હોત તો પકડાઇ જાત

અપહ્યત વ્યક્તિ ચાલુ કારમાંથી કૂદીને બચી પરંતુ પીછો કરતી પોલીસને વેગનઆર કારમાં ભાગતા અપહરણકારો મળ્યા નહિ‌ તે પ્રશ્ન ઊભો થયો છે. પોલીસે નાકાબંધી કરાવી હોત તો અપહરણકારોને પકડયા હતાં. રમેશ પટેલને જવાબ લેવા બોલાવી પોલીસે ધરપકડ કરી છે

અન્ય ૩-૪ જણને પણ ભોગ બનાવ્યા છે
બિલ્ડર નયન શાહે કહ્યું કે જમીન માટે અમારી પાસે રૂપિયાની માગ કરી હતી પરંતુ ચોક્કસ રકમ કહી ન હતી. તેઓ જે બાનાખતની વાત કરે છે તે ખોટી છે. સુપરવાઇઝર સુભાષને મારો ભાઇ સમજીને તેઓ ઉઠાવી ગયા હતાં. અન્ય ૩-૪ જણ સાથે પણ આ પ્રકારનું જ થયું છે પરંતુ તેઓ બહાર આવ્યા નથી.