• Gujarati News
  • On The First Floor Of The Injured Child Who Had Been Killed In Late Night

પહેલા મજલેથી પડી ગયેલા ઘાયલ બાળકનું મોડી રાત્રે મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- પહેલા મજલેથી પડી ગયેલા ઘાયલ બાળકનું મોડી રાત્રે મોત
- ફતેપુરા મહાવત ફળિયાની દુર્ઘટના : મૃતકના પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો


વડોદરા : હાથીખાના ખાતે પહેલા માળે રમતાં રમતાં અચાનક ૩ વર્ષીય બાળક નીચે પટકાયું હતું. સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મંગળવારે તેનું મોત નિપજ્યું હતું.ફતેપુરા નજીક હાથીખાના ખાતે આવેલા મહાવત ફળિયામાં રહેતાં ૩ વર્ષીય આતિફ તૌસિફભાઈ સૈયદ ૭ સપ્ટેબરે પોતાના ઘરે રમતો હતો. દરમ્યાન રમતા રમતા આતિફ પહેલા માળેથી નીચે પટકાયો હતો. તે નીચે પડતાં પરિવારજનો સહિ‌ત અન્ય લોકો પણ ત્યાં દોડી આવ્યા

હતા. તેને અકસ્માતમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેને તાત્કાલીક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મંગળવારે રાત્રે તેને ફરજપરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.જેને પગલે પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.