સિટીના મોન્યૂમેન્ટ્સ શોધવા ફોરેનર્સ અને NRI દોડયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્ટરનેશનલ વિમેન ક્લબ દ્વારા સ્કેવેન્જર હંટ યોજાઈ

રવિવારે શહેરના કેટલાક વિસ્તારોમાં ફોરેનર્સ પોતાના વાહનો સાથે કંઇક શોધી રહ્યાં હોય તેવા ભાવ સાથે ઘૂમતા નજરે ચઢતાં હતા. હકીકતે વડોદરામાં જ વર્ષોથી રહેતા વિદેશીઓ જ હતા. તેમણે શહેરના અન્ય એનઆરઆઈ સાથે ઇન્ટરનેશનલ વિમેન ક્લબ દ્વારા વિમેન્સ ડે સેલિબ્રેશન અંતર્ગત આયોજિત કમ્પિટિશન 'સ્કેવેન્જર હંટ’માં ભાગ લીધો હતો. તેમને આ કમ્પિટિશનમાં અપાયેલા ક્વેશ્ચનને સોલ્વ કરવામાં દોડધામ કરી હતી.

આ કમ્પિટિશનમાં આ સ્થળ પર એક એલિફન્ટની પ્રતિમા છે.તેની સાથે આખી ટીમને ક્લિક કરો. આ સ્થળ પર તમને ફાયરમેન મળશે, એક ગુરૂદ્વારા છે જેની બહાર ક્લિક કરો. જેવા રસપ્રદ ક્વેશ્ચન પુછાયાં હતાં. આ કમ્પિટિશનના માધ્યમથી સિટીમાં રહેતા ફોરેનર્સે વડોદરા શહેરના જુના વિસ્તારોમાં આવેલા જાણીતા સ્થળોની શોધ કરી હતી. કાર્યક્રમમાં ૨પ ક્લુ અપાયા હતા. જેમાં થોડા િટવસ્ટ કરાયેલા પરંતુ આસાની મળી શકે તેવા શહેરના જાણીતા સ્થળોનો સમાવેશ કરાયો હતો. આમ અન્ય દેશોના સિટિઝન સિટીની સાથે અનોખી રીતે એટેચ્ડ થયા હતા.

-ક્લૂ સોલ્વ કરવામાં ઈન્ટરનેટ ઉપયોગી માધ્યમ બન્યું
-સિટી વિશે બૂક વાંચી
ઈવેન્ટ માટે મે એક ઇન્ગ્લિશ બુક વાંચી હતી. જેમાં સિટીના વિસ્તારો વિશે માહિ‌તી છે. આ બૂકની માહિ‌તી પર મોટો મદાર હતો. આ ઉપરાંત લેપટોપની પણ મદદ લીધી.
જ્ર્યોજ સાયન, ફ્રાન્સ

-પ૦ સ્પર્ધકો જોડાયા
મુખ્યત્વે સિટીની અંદરના વિસ્તારોને ટાર્ગેટ કરી અને ક્લુઝ અપાયા હતા. ઈવેન્ટમાં શહેરમાં રહેતા વિવિધ દેશોના પ૦ જેટલા લોકો ઉત્સાહભેર એક સાથે જોડાયા હતા.
નંદિની પટેલ, પ્રેસિડેન્ટ-ક્લબ

-ટીમ મેમ્બર્સ ઘણું મથ્યાં
મે કંઈ જ પ્રિપરેશન નથી કરી તેમ છતા મને વિશ્વાસ હતો કે અમે સફળતાપૂર્વક ક્લુ શોધી શકીશું.મારી ટીમના અન્ય મેમ્બરે ઘણું સર્ચ કર્યું છે.
જોન ફ્લેચર, ન્યૂ ઝિલેન્ડ

-વિવિધ દેશોનાં લોકોએ શોધ્યાં સિટીનાં સ્થળો
સ્કેવેન્જર હંટમાં ફ્રાન્સ, ઈટાલી, ન્યૂ ઝિલેન્ડ, મેક્સિકો, જર્મની, બ્રાઝિલ તેમજ શહેરના અને બહારના દેશમાં સેટલ્ડ થયેલા એનઆરઆઈ લોકો જોડાયા હતા. એક સાથે એક જ પ્લેટફોર્મ પર વિવિધ દેશોના નાગરિકોએ ઈન્ટરનેશનલ વિમેન્સ ડેનું સેલિબ્રેશન શહેરને જાણી અને કર્યું હતું.આ ઈવેન્ટના માધ્યમથી ફોરેનર્સ શહેરની હિ‌સ્ટ્રીને જાણી શકે તેવી તક પુરી પડાઈ હતી.

-ક્લૂ સોલ્વ કરવામાં બુક્સ, ઈન્ટરનેટની સહાય લીધી
પાર્ટિ‌શિપન્ટ્સે સ્કેવેન્જર હંટની અગાઉથી જ તૈયારીઓ કરી હતી. સિટીમાં રહેતા લોકો પણ જ્યારે ટ્રેઝર હંટ જેવી ઈવેન્ટ થાય છે તો સહેલાઈથી બધા જ ક્લુ સોલ્વ નથી કરી સકતા તો ફોરેનર્સ માટે આ ટફ ટાસ્ક કહેવાય. સિટી ભાસ્કરે જયારે ફોરેનર્સ સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મોટા ભાગના લોકોએ બરોડા પર તૈયાર થયેલી બુકસ, ઈન્ટરનેટ અને એનસાઈક્લોપિડિયાનો સહારો લઈ અને સ્થળો વિશેની માહિ‌તી મેળવી હતી.