પીએમ મોદીએ છોડી વડોદરા બેઠક, વારાણસીનું પ્રતિનિધિત્વ કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરેન્દ્ર મોદીએ વડોદરા બેઠક છોડી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવટે વડોદરા લોકસભા બેઠકના સાંસદ પદેથી રાજીનામુ આપ્યું છે, અને સાથે જ મોદી કઈ બેઠક છોડશે અને કઈ બેઠક જાળવી રાખશે તેવી તમામ અટકળોનો અંત આવ્યો છે,, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વારાણસીની જનતા માટે કામ કરશે ત્યારે હવે વડોદરાની જનતા માટે આ નિરાશા જનક સમાચાર છે.
મોદીએ કેમ વડોદરા બેઠક છોડવી પડી ?
તાજેતરમાં જ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસી બંને બેઠક પર ચૂંટણી લડ્યા હતા, અને બંને બેઠક પર નરેન્દ્ર મોદી વિજયી બન્યા હતા, ત્યારે બે બેઠકમાંથી એક બેઠક પર મોદીએ રાજીનામું આપવું પડે તેવી સ્થીતી સર્જાઈ હતી, અને વારાણસી બેઠક પર હિંદુ સમ્રાટ તરીકેની છબીથી તેઓએ લડ્યા હોવાને કરણે તેઓ વારાણસી બેઠક જાળવી રાખે તેમ જ જણાતું હતું અને નરેન્દ્ર મોદી વડોદરા લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે તેમ માનવામાં આવતું હતું, અને હવે નરેન્દ્ર મોદીએ વડોદરા લોકસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે.
આગળ વાંચોઃ વડોદરાના લોકો મોદીએ બેઠક છોડતા નિરાશ