• Gujarati News
  • Now Just A Waste Transfer Station Will Be Created Ataladaramam

હવે માત્ર અટલાદરામાં જ કચરા માટે ટ્રાન્સફર સ્ટેશન બનાવાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અગાઉ બે ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનો નિર્ણય બદલાયો
- આર્થિ‌ક બોજાને ધ્યાનમાં રાખી એક જ સ્ટેશન બનશે


શહેરમાં સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશનમાં બે ટ્રાન્સફર સ્ટેશનના બદલે એક ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનો નિર્ણય સ્થાયી સમિતિએ કર્યો હતો. શહેરમાં ટ્રાન્સફર સ્ટેશન બનાવવાથી ઝોન વિસ્તારમાંથી કચરો ઉપાડી તેનો નિકાલ કરવાની પ્રક્રિયા ઝડપી બનશે અને વાહનો દ્વારા વધુ વિસ્તારો આવરી લેવાશે. એક ટ્રાન્સફર સ્ટેશન બનાવવા ૮૦પ૦ ચોરસમીટરની જગાની જરૂરિયાત હોવાથી ૨૦૦૭માં જમીન મિલકત શાખાએ ત્રણ જગાઓ સંપાદન કરવા માટે કાર્યવાહી કરવાની જાણ કરી હતી પણ દંતેશ્વરની જગા ઉપર દબાણો હોવાથી અટલાદરા સ્થિત કમ્પોસ્ટ પ્લાન્ટની કુલ ૩પ હજાર ચો.મી જમીન પૈકીની ૮૦પ૦ ચોમી જમીન અને ગાજરાવાડી સ્થિત સ્લોટર હાઉસની જગા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી. બે ટ્રાન્સફર સ્ટેશન માટે ૪.પ૧ કરોડના ખર્ચામાં સેવાસદનના બજેટમાંથી ૨.૮૬ કરોડનો ખર્ચો કરવાનો હોવાથી તે સહુની ભલામણ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે રજૂ કરાઈ હતી. પરંતુ, સ્થાયી સમિતિની બેઠકમાં સેવાસદન ઉપર આર્થિ‌ક બોજો વધુ ના પડે તે માટે હાલ પૂરતું અટલાદરા ખાતે જ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ટ્રાન્સફર સ્ટેશન બનતા વેસ્ટનું ડબલ હેન્ડલિંગ ઘટશે

ટ્રાન્સફર સ્ટેશન અંતર્ગત એલિવેટેડ પ્લેટફોર્મ બનાવી હોપર દ્વારા ઘનકચરાને મોટા ડમ્પરમાં ઠલવાશે કે જેથી વેસ્ટનું ડબલ હેન્ડલિંગ ઘટશે. એન્ટ્રન્સમાં વે બ્રિજ બનાવી ઇનકમિંગ વેસ્ટનું વજન કરી મેળવેલા ડેટા સોલિડ વેસ્ટની કલેકશન મોનિટિરિંગ કામગીરીમાં મદદરૂપ થશે. આ ટ્રાન્સફર સ્ટેશનની કામગીરીમાં રિસીવિંગ ફેસિલિટી, આંતરિક રસ્તો, અનલોડિંગ પ્લેટફોર્મ, રેમ્પ, સ્ર્ટોમ વોટર ડ્રેનેજ, ગેટ ફેન્સિંગ, કમ્પાઉન્ડ વોલ સહીતની સુવિધા હશે.