• Gujarati News
  • No Parking And No Entry To The Notification Published

નો-પાકિગ તેમજ નો-એન્ટ્રી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

-તાજિયા વિસર્જનના દિવસ માટે ટ્રાફિક વ્યવસ્થા
-ટ્રાફિકની સમસ્યા ઉભી ન થાય તે માટે
નો-પાકિગ, નો-એન્ટ્રી અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

તા.૧પમીના રોજ તાજીયા વિસર્જનનો તહેવાર હોવાના કારણે ટ્રાફિકની કોઇ ગંભીર સમસ્યા ઉભી ન થાય તે માટે આજે નો-પાકિગ તેમજ નો-એન્ટ્રી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર સતિષકુમાર શર્માએ પ્રસિદ્ધ કરેલા જાહેનામા મુજબ નીચેનો વિસ્તાર સવારના દસ વાગ્યાથી તાજીયા વિસર્જન પુરૂ ન થાય ત્યાં સુધી નો-પાકિગ રહેશે અને તે મુજબ નો-એન્ટ્રી પણ રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

નો-એન્ટ્રીના જાહેર થયા માર્ગો

-આજવા રોડ, વાઘોડીયા રોડથી માંડવી તરફ ટ્રાફિક આવી શકશે નહી
-સંગમ ચાર રસ્તાથી, ફતેપુરા ચાર રસ્તાથી માંડવી જઇ શકશે નહી
-ડભોઇ રોડ, મકરપુરા રોડ ચોખંડી તરફનો ટ્રાફિક માંડવી તરફ આવી શકશે નહી
-કોઠી અને લહેરીપુરા દરવાજાથી ટ્રાફિક માંડવી તરફ આવી શકશે નહી
-સલાટવાડા ૩ રસ્તા, નાગરવાડા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા તરફનો ટ્રાફિક ફુલબારી નાકાથી પ્રવેશ લઇ શકશે નહી.
-ગૌરવ સોસાયટી નાકા, અજબડીમીલ ત્રણ રસ્તા, યાકુતપુરા ચોરા, લાલઅખાડા ત્રણ રસ્તાથી સરસીયા તળાવથી અડાણીયાપુલ ચાર રસ્તા તરફના વાહનો માટે પ્રવેશ બંધી રહેશે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો...