નિઝામપુરા- સમામાં માત્ર ૧૦ મિનિટમાં બે અછોડાની લૂંટ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એસ્ટીમ કારમાં ત્રાટકેલા લૂંટારુઓએ ઝપાઝપી કરી મોર્નિંગ વોકમાં નીકળેલાં આચાર્યાના ગળામાંથી અછોડો ખેંચતા ઘસરકો પડ્યો નિઝામપુરામાં થાક ખાવા બેઠેલા વૃદ્વને સરનામું પૂછી અછોડો તોડી લીધો મુખ્યમંત્રીના આગમન પૂર્વે કારમાં ત્રાટકેલી અછોડાતોડ ટોળકીએ ૧૦ મિનિટના સમયગાળામાં નિઝામપુરામાં વૃદ્વ અને સમામાં મહિ‌લાને નિશાન બનાવી ૭પ હજારના બે અછોડાની લૂંટ કરી હતી. બંને સ્થળે લૂંટારુ ટોળકીએ ઝપાઝપી પણ કરી હતી. નિઝામપુરામાં તો વૃદ્વ પર હુમલો કરી અછોડાતોડો ભાગી છૂટયા હતા. નિઝામપુરાની નીલકમલ સોસાયટીમાં રહેતા ૬૩ વર્ષી‍ય માર્ટિ‌ન સન્તાન ડી સોની હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ નિત્યક્રમ મુજબ મંગળવારે સવારે ચાલવા નીકળ્યા હતા ત્યારે થાકી જતાં સવારે પ.૩પ વાગે અર્પણ કોમ્પ્લેકસ પાસે બેઠાં હતાં. જ્યાં એક શખ્સે આવીને તેમને કાગળ બતાવી સરનામુ પૂછયું હતું. તેમને કાગળ જોવા માટે હાથમાં લેતાં બીજા ગઠિયાએ આવી ગળામાંથી અછોડો તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેને પગલે વૃદ્વે સતર્ક થઇને હિંમતપૂર્વક લૂંટારુઓને પડકાર્યા હતા. જેથી બંનેએ તેમની પર હુમલો કર્યો હતો. તેમજ એક તોલાનો સોનાનો અછોડો કિંમત ૨પ હજારનો આંચકીને મારુતિ એસ્ટિમ કારમાં બેસીને ફરાર થઇ ગયા હતા. નિઝામપુરા બાદ કાર લઇને નીકળેલી અછોડાતોડ ટોળકી સમામાં ત્રાટકી હતી. જેની વિગતો અનુસાર ન્યૂ સમા રોડ પર ચાણકયપુરી પાસે અંકુર રેસિડેન્સીમાં રહેતા ૩૪ વર્ષી‍ય અનિતા જશબીરસીંગ જાદોન શ્રીરામ હિ‌ન્દી વિદ્યાલયમાં આચાર્યા તરીકે ફરજ બજાવે છે. મંગળવારે સવારે તેઓ ર્મોનિંગ વોક માટે નીકળ્યા હતા. સવારે પ.૪પ વાગે તેઓ જલારામ મંદિર પાસેથી પસાર થઇ રહયા હતા. ત્યારે પાછળથી દોડતા આવેલા ગઠિયાએ દુપટ્ટા સાથે ગળામાંથી બે તોલાનો સોનાનો અછોડો કિંમત પ૦ હજારની આંચકી લીધો હતો. મહિ‌લાએ બૂમાબૂમ કરતાં રહીશો દોડી આવ્યા હતા. પરંતુ પૂરઝડપે આવેલી કારમાં બેસી ગઠિયો ફરાર થઇ ગયો હતો. માત્ર ૧૦ મિનિટના સમયમાં બે અછોડો તોડી ભાગી જનાર ગઠિયાઓની કારના નંબર આધારે અને લૂંટારુઓના વર્ણન આધારે સ્કેચ બનાવી તપાસ હાથ ધરી છે. એ.જી ચૌહાણ, ડીસીપી, નોર્થ ડિવિઝન પ્રશ્ર : ઉપરાઉપરી અછોડા તૂટતાં કોઇ એકશન પ્લાન બનાવ્યો છે? જવાબ : બનાવોની વિગતો મગાવી અભ્યાસ શરૂ કર્યો છે. બાઇક પેટ્રોલિંગ સાથે પિક પોઇન્ટ ઊભા કરી કામગીરી અસરકારક બનાવાશે. મોડસ ઓપરેન્ડી આધારે કઇ ગેંગની સંડોવણી લાગે છે? કોઈ બહારની ગેંગ સંડોવાયેલી હોવાની શકયતા ઓછી છે. બનાવો જોતાં સ્થાનિક ગેંગની સંડોવણીની શકયતા વધુ છે. પીસીઆર વાન હોવા છતાં ગઠિયા ગાંઠતા નથી? પીસીઆર વાન સતત પેટ્રોલિંગ કરતી જ રહે છે . આવા બનાવોનું પુનરાવર્તન અટકાવવા આ પેટ્રોલિંગ પણ અસરકારક બનાવાશે. ગળામાં ઘસરકો પડ્યો હું સવારે ચાલવા નીકળી હતી ત્યારે ગઠિયાએ પાછળથી આવીને અછોડો આંચકી લેતાં મને ગળામાં ઘસરકો પડી ગયો હતો. મે કોણ છે.. કોણ છે...તેવી બૂમો પાડતાં યોગેશ્વર સોસાયટીના અન્ય રહીશો દોડી આવ્યા હતા. જો કે ગઠિયો તેમને ધકકો મારી પાછળથી આવેલી કારમાં બેસીને ફરાર થઇ ગયો હતો. લૂંટારુઓની હિંમત વધી જતાં હવે મહિ‌લાઓએ એકલા ઘરની બહાર નીકળતાં એકવાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ બની ચૂકી છે. પોલીસે ગઠિયાઓને જેર કરી પાઠ ભણાવવો જોઇએ. (અનિતા જાદોન સાથે થયેલી વાતચીત અનુસાર) કોઇ મદદે ન આવ્યું મારા પતિ અર્પણ કોમ્પ્લેકસ પાસે બેઠા હતા. ત્યારે સરનામું પૂછવાના બહાને બે શખ્સોએ ગળામાંથી અછોડો આંચકી લીધો હતો. પતિએ હિંમતભેર સામનો કરતા બંનેએ હુમલો કર્યો હતો. ઝપાઝપી બાદ કારમાં ગઠિયા ભાગી ગયા હતા. મારા પતિએ બચાવો બચાવોની બૂમો પાડી હતી પરંતુ આજુબાજુ લોકો હોવા છતાં મદદ કરવા આવ્યા ન હતા. (માર્ટિ‌ન સન્તાન ડી સોનીની પત્ની સાથે થયેલી વાતચીત અનુસાર)