વડોદરા શહેર માટે બે ‘ખિલખિલાટ’ વાન વધી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાઓની આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બને તે માટે આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં બે ખિલખિલાટ વાનનો ઉમેરો કરવામાં આવ્યો છે. જ્યારે છોટાઉદેપુર માટે એક ‘સંજીવની આરોગ્ય’નામનું એક હેલ્થ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર માટે શરૂ કરાયેલી ‘ખિલખિલાટ’વાન પ્રસુતિ સમયની માતા અને બાળકોને સારવાર પૂરી પાડે છ. જ્યારે ‘સંજીવની આરોગ્ય’ હેલ્થ યુનિટને છોટાઉદેપુરના રંગપુર ખાતે રાખવામાં આવ્યું છે. જે રંગપુર અને તેની આસપાસના ૩૦થી ૪૦ કિમીના વિસ્તાર સુધી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે. આ યુનિટની સાથે ફાર્માસિસ્ટ, લેબટેકિનશિયન, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ રાખવામાં આવે છે. આ વિશે ઇમર્જન્સી એમબ્યૂલન્સ સેવા ૧૦૮ના કો-ઓિર્ડનેટર કેયૂર શાહે જણાવ્યું કે, હાલમાં ખિલખિલાટ દ્વારા મહિને એસએસજીએચના ૫૦૦, જમનાબાઇ હોસ્પિટલના ૩૫૦ અને ગક્ષેત્રી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલના ૧૦૦ જેટલા રાઉન્ડ્સ મારવામાં આવે છે. હવે વડોદરા શહેરમાં ‘ખિલખિલાટ’ વાનની સંખ્યા ૧૩ પર પહોંચી છે. નવી લેવામાં આવેલી વાનનું કદ ઓછું છે જેથી તે સાંકડા રસ્તાઓ પર પણ આસાનીથી દોડી શકે.