'બોલિવુડમાં હવે ટેલેન્ટેડ ન્યુકમર્સ પણ સફળ થઇ રહ્યાં છે’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફગલી ફિલ્મની બોક્સર વિજેન્દર સિંઘ સહિ‌તની સ્ટાર કાસ્ટે શહેરની મુલાકાત લીધી

આગામી દિવસોમાં રિલિઝ થનારી ફિલ્મ 'ફગલી’ની સ્ટારકાસ્ટ શહેરની મુલાકાતે આવી હતી. ફિલ્મમાં ચાર ફ્રેન્ડસીની સ્ટોરી છે, જેમાં એક ઓલિમ્પિક મેડાલિસ્ટ બોક્સર વિજેન્દર સિંઘ પહેલીવાર અભિનય કરી રહ્યો છે. શુક્રવારે વિજેન્દર સિંઘ સહિ‌ત અન્ય કલાકારો મોહિ‌ત મારવાહ, અશોક કુમારની ગ્રાન્ડ ડોટર કાઇરા અડવાણી, અરફી લામ્બાએ શહેરની મુલાકાત લીધી હતી. તેમણે પારૂલ ઇન્સ્ટિ‌ટયૂટ અને અકોટામાં આવેલ ગોલ્ડ જીમની પણ મુલાકાત લીધી હતી.

ચારેય સ્ટાર કાસ્ટે એક કોમન વાત કરી હતી કે, બોલિવુડમાં આજકાલ નવોદિતોની બોલબાલા છે. અને તેઓ સફળ પણ થઈ રહ્યાં છે. કિયારા અડવાણીએ કહ્યું કે, 'સફળતા મેળવા માટે સ્ટારના સંતાન હોવું જરૂરી નથી. ટેલન્ટ અને સારી િસ્ક્રપ્ટ હોવી જરૂરી છે. છેલ્લાં બે વર્ષમાં અનેક ન્યૂકમર્સ સફળ થયા છે.’ મોહિ‌ત મારવાહે જણાવ્યું હતું કે, 'અભિષેક બચ્ચન અને હ્યતિક રોશન બાદ ઇન્ડસ્ટ્રીઝમાં નવા ચહેરાને લાંબા સમય સુધી ઓડિયન્સે સ્વીકાર્યો ન હતો. પરંતુ આજકાલ નવા ચહેરાઓ ઇન્ટ્રોડયુસ થઇ રહ્યાં છે અને સફળ થઇ રહ્યાં છે. ટેલેન્ટ હોય તો ચાન્સ અને સફળતા જરૂર મળે છે.’ નવા પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દેશને સાચી દિશામાં લઇ જશે તેવું એક્ટર અરફી લાંબાએ કહ્યું હતું.
અહેવાલની વધુ વિગતો અને તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...