ર્વોડરોબ સાથે હવે મેચ થયા સેટલ્ડ નિયોન કલર્સ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગત વર્ષે માર્કેટમાં નવા આવેલા નિયોન કલર્સે આ વર્ષે લાઈટર શેડ્સ સાથે ડિમાન્ડ વધારી દીધી છે. ભડકીલાપણાંને કારણે ડ્રેસમાં હાઈલાઈટર તરીકે યુઝ થતા નિયોન કલર્સ હવે આખેઆખા ડ્રેસિસમાં યુઝ થાય છે. એક તો તેનું એટ્રેક્શન તો છે જ, પણ સાથે જ તેને લાઈટર શેડ્સમાં યુઝ કરવાનો કીમિયો કારગત નિવડયો છે. જેથી હવે ફેશન વર્લ્ડ તેમજ સામાન્ય લોકો પણ લાઈટર શેડ્સના નિયોન કલર્સથી આખેઆખા ડ્રેસ બનાવે છે. ભડકીલા નિયોન્સનો ટ્રેન્ડ લાવનાર અભિનેત્રી સોનાક્ષી સિન્હા જ હતી. તેને કારણે જ હવે ગર્લ્સ ડ્રેસિંગમાં નિયોન કલર્સનો ક્રેઝ વધ્યો. ફેશન ડિઝાઈનિંગ ક્ષેત્રમાં લાઈટર શેડ્સના નિયોન કલર્સને સેટલ્ડ નિયોન કલર્સ એવો શબ્દ યુઝ કરવામાં આવે છે.

એટ્રેક્શન
પહેલા જે ડાર્કર નિયોન્સ હતા, તે વધુ ભડકીલા હતા. પણ હવેના નિયોન્સ લાઈટર શેડ્સમાં છે. નિયોન્સનું એટ્રેક્શન સૌથી વધુ હોય છે. વ્યક્તિ જો નિયોન્સના ક્લોથિંગમાં હોય તો તે ટોળામાં પણ ઓળખાઈ જાય છે.

કલર્સ ઇન ટ્રેન્ડ - ગ્રીન પિંક ઓરેન્જ બ્લ્યૂ યલો

લાઈટર શેડ્સ બનાવ્યા

લોકો ફિલ્મોથી નિયોન કલર્સ યુઝ કરવા એટ્રેક્ટ થયા. પરંતુ જ્યારે તેઓ તેના ડ્રેસની ખરીદી કરવા જાય ત્યારે તે તેમને વધુ ભડકીલા લાગ્યાં. તેથી લોકોએ લાઈટર શેડ્સની ડિમાન્ડ કરી. અને આમ, નિયોન કલર્સના લાઈટર શેડ્સ માર્કેટમાં આવ્યાં.
અમીત શ્રીવાસ્તવ, ફેશન ડિઝાઈનર


આગળ જુઓ કલર્સ ટ્રેન્ડ દર્શાવતી તસવીરો....