નેસેસરી કામ માટે એપ્સ મેનેજમેન્ટ કમ્પલસરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં આડેધડ એપ્સ રાખી મૂકવાથી ફોનની સ્પીડ ઘટવાથી માંડીને ફોન હેંગ થવાની પણ શક્યતા રહે છે. મોટા ભાગના લોકો પોતાના મોબાઈલમાં મેમરીના ભરોસે અનેક એપ્સ રાખી મૂકે છે. જેને મેમરી ભરાઈ જવાથી મોબાઈલ ફોનમાં વિવિધ પ્રકારની મુશ્કેલીઓ સર્જા‍તી રહે છે.રોજિંદા જીવનમાં જરૂરી છતાં અનિવાર્ય ન હોય તેવી અનેક એપ્સ ફોનમાં રાખવા કરતાં મોબાઈલ એપ્સનું પ્રોપર મેનેજમેન્ટ કરવું જરૂરી છે. સ્ટુડન્ટ્સ, પ્રોફેશનલ-બિઝનેસમેન અને હાઉસવાઈફ દરેક માટે કેટલીક કોમન એપ્સ હોય છે તો બીજી કેટલીક એપ્સ ચોક્કસ વર્ગ માટે ઉપયોગી પૂરવાર થઈ શકે છે. કયા વર્ગે પોતાના મોબાઈલ ફોનમાં કેટલી એપ્સ રાખવી હિ‌તાવહ છે તેના વિશે એક્સપર્ટ્સના અભિપ્રાય અહીં પ્રસ્તુત છે.

પ્રોફેશનલ્સ-બિઝનેસમેન : શિડયુલિંગ એપ્સ અનિવાર્ય

આઈટી પ્રોફેશનલ હિ‌રેન પટેલે જણાવ્યું કે, '૪ જીબી મેમરીવાળા ફોનમાં કમ્યૂનિકેશન ને પ્રોડક્ટિવિટી ટૂલ , શિડયુલિંગ અને નેવિગેશનની સુવિધા હોવી જોઈએ. પ્રોફેશનલ્સ માટે ૧પથી ૧૮ એપ્સ અને બિઝનેસમેન માટે ૨પ એપ્સ પૂરતી છે.

શું ટાળવું જોઈએ? : આ લોકોએ ગેમ્સ રિલેટેડ એપ્સ ટાળવી જોઈએ.

હોમ મેકર્સ : શોપિંગથી માંડીને મેકઅપ એપ્સ જરૂરી

સાઈબર એક્સપર્ટ મનન શાહ કહે છે કે, હોમ મેકર્સ માટે ૨ જીબી મેમરી ધરાવતા એન્ડ્રોઈડ ઉપયોગી છે. કમ્યૂનિકેશન ટૂલ્સ, ગેમ્સ અને સલામતી માટે અન્ય ફોનને એલર્ટ કરતા એપ્સ હોવા જોઈએ. કેટલાક એપ્સ મેકઅપ અને શોપિંગ્સ માટે ઉપયોગી હોય છે.

શું ટાળવું જોઈએ? : એપ્સનો બીનજરૂરી સંગ્રહ કરવો જોઈએ નહીં.

સ્ટુડન્ટ્સ માટે : કમ્યૂનિકેશન ટુલ્સ ઉપયોગી

કોલેજમાં સ્ટડી કરતાં સ્ટુડન્ટ્સ માટે ૨ જીબી મેમરીનો એન્ડ્રોઈડ રાખવો પૂરતો છે. આ ફોનમાં ૧૦ જેટલા એપ્સ પૂરતાં છે. જેમાં સર્ચ એન્જિન, એફબી, વી-ચેટ કે વોટ્સ અપ જેવા કમ્યૂનિકેશન ટુલ્સ, એકાદ ગેમ્સ રાખી શકાય.

શું ટાળવું જોઈએ? : સ્ટુડન્ટ લાઈફમાં ઇ-મેઈલની જરૂરિયાત ઓછી હોય છે. જોકે તેને સંબંધિત એપ્સ રાખવા ટાળવા જોઈએ.

હોમ મેકર્સ

Nearnow : ઘરવપરાશની ચીજો વિવિધ વેબસાઈટ્સ પર ક્યાંથી મળશે તેનું સજેશન કરે છે.
Beautylish : મેકઅપથી માંડીને નેઇલઆર્ટ સુધીની તમામ માહિ‌તી ઓપ્શન્સ આપે છે.
Stylishgirl : તમારો ફોટોઅને વિવિધ કપડાને ક્લિક કરતા તે કપડા તમને કેવા લાગે છે તે બતાવશે.
Fightback : મુશ્કેલીમાં પસંદગીના ૧૦ નંબર્સ પર એલર્ટ મેસેજ આપે છે.

સ્ટુડન્ટ્સ

Doodle : કોલેજની વિવિધ ઇવેન્ટ્સમાં ટાઈમમેનેજમેન્ટ અને વિવિધ કામોનું શિડયુઅલ તૈયાર કરે છે.
Stay focused : અગાઉથી શિડ્યુઅલ કર્યું હોય અને બીજી કોઈ પ્રવૃત્તિ કરતા હોવ તો એલર્ટ કરે છે.
Glympse : અન્ય એન્ડ્રોઈડ ફોનધારકો પાસે આ એપ એકિટવેટ થયેલી હોય તો તેનું લોકેશન જાણી શકાય છે.
Carlocator : પાકિગમાં આ એપ તમારી કાર સુધી તમને લઈ જશે.

પ્રોફેશનલ્સ-બિઝનેસમેન

Burnnote તમે વાંચ્યા બાદ કોઈ મેઈલ ચોક્કસ મિનિટ્સમાં ડિલિટ થાય તો આ એપ વડે શક્ય છે. આ એપ્સથી તમે તમારો મેઇલ ફરી મેળવી શકશો.
Drivesafe.le : તમારા વાહનની કોઈપણ બાજુથી અન્ય વાહન આવતું હશે તો ફોન વાઈબ્રેટ થશે અને ક્યારેક આનાથી અકસ્માત પણ ટાળી શકશો.
Hardmysass : આ એકિટવેટ કરવાથી તમારો આઈપીએડ્રેસ અન્ય જાણી શકશે નહીં.
Bump : વાયરલેસલી ફાઈલ ટ્રાન્સફર કરવા ઉપયોગી પૂરવાર થાય છે.