નર્મદા કેનાલ : જીવાદોરી બની જાનલેવા

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતની જનતા માટે નર્મદા કેનાલ એટલે જીવાદોરી કહેવાય છે. પરંતું તંત્રની બેદરકારી અને નાગરીકોની નિષ્કાળજીના કારણે જીવાદોરી ગણાતી નર્મદાની કેનાલ હવે પ્રાણધાતક બની રહી છે. કેનાલ પર સુરક્ષાના નામે કોઇ વ્યવસ્થા નહીં હોવાના કારણે, તો બીજી તરફ આત્મહત્યા માટે પણ લોકો નર્મદાની મુખ્ય કેનાલને પસંદ કરી રહ્યાં છે. નર્મદા કેનાલની આસપાસ અપુરતી સુરક્ષા વ્યવસ્થાના કારણે વડોદરા શહેર જિલ્લામાં જ દર મહિ‌ને સરેરાશ પાંચ થી છ લોકો ડૂબી જવાના કારણે જીવ ગુમાવી રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં નર્મદા કેનાલનું નેટવર્ક ૪પ૮ કિ.મી લાંબું છે અને તેમાંથી વડોદરા જિલ્લામાં મુખ્ય કેનાલની લંબાઇ ૬૦ કિ.મી. છે. તો આ જ રીતે જિલ્લામાં સબ કેનાલનું નેટવર્ક અઢી હજાર કિ.મી.નું છે. ફાયર બ્રિગેડ દ્વારા પ્રાપ્ત થયેલી આંકડાકીય માહિ‌તી મુજબ ફેબ્રુઆરી માસમાં કેનાલમાં ડૂબી જવાના કારણે પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા તો માર્ચ મહિ‌નામાં પણ કેનાલમાં ડૂબી જવાના કારણે પાંચ વ્યક્તિએ જીવ ગુમાવ્યાંહતા. આ જ રીતે એપ્રિલ મહિ‌નામાં બે અને જૂન મહિ‌નામાં પાંચ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. નર્મદા કેનાલમાં ડૂબી જવાના જે બનાવો બની રહ્યા છે તેમાં આત્મહત્યા અને અકસ્માત એમ બન્ને પ્રકારના હોય છે. પરંતુ આ પ્રકારના બનાવો અટકાવવા માટેનાં કોઇ જ પગલાં ભરવામાં આવ્યાં ન હોવાના કારણે કેનાલમાં મોતના બનાવો હવે દિવસે દિવસે વધી રહ્યા છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ડૂબી જવાના જે કોલ તેમને મળે છે તેમાં પ૦ ટકા કોલ નર્મદા કેનાલના જ હોય છે. ચેતવણી માટે મૂકેલાં ર્બોડ તસ્કરો ચોરી જાય છે સબ કેનાલની ઊંડાઈ ઓછી હોય ડૂબી જવાના બનાવ ઓછા બને છે. પરંતુ મુખ્ય કેનાલમાં ઉંડાઇ વધુ હોવાના કારણે તેમાં ડૂબી જવાના બનાવ અવારનવાર બનતા હોય છે. સમગ્ર કેનાલ પર સિક્યિુરટી ગોઠવવાનું મુશ્કેલ છે. પરંતુ લોકોને સજાગ કરી શકાય તે માટે જે જગ્યા જોખમી છે ત્યાં ચેતવણીનાં ર્બોડ લગાવવામાં આવે છે. પરંતુ તસ્કરો ર્બોડ ચોરી જતા હોયે ફરી લગાડવાં પડે છે. -પી.એમ. પટેલ, ચીફ એન્જિન્યર સુરક્ષા માટે મુખ્ય કેનાલ પર રેલિંગ મૂકવામાં આવે છે મેઇન રોડ પર જ્યાં બ્રિજ હોય ત્યાં ગ્રિ‌લ લગાડવામાં આવે છે. આ ઉપરાંત જ્યાં ડૂબી જવાનો ખતરો વધુ હોય ત્યાં ર્બોડ પણ લગાવવામાં આવે છે. આ ઉપરાંત તેમણે અખબારમાં પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે સમયાંતરે જાહેરાત આપવામાં આવે છે. જોકે કેનાલમાં લોકો નાહવા માટે ન પડે તે માટે સિક્યુરિટી જવાનો સહિ‌તની કોઇ વ્યવસ્થા અસ્તિત્વમાં નથી. -ચૌધરી, કાર્યપાલક ઈજનેર નર્મદા કેનાલ પિકનિક સ્પોટ નહીં પરંતુ અકસ્માત ઝોન નર્મદા કેનાલની આસપાસ રહેતા લોકો કપડા, વાસણ, શાકભાજી કે વાહનો ધવા માટે જતા હોય છે. કેનાલ તે પિકનિક સ્પોટ નહીં પરંતુ અકસ્માત ઝોન છે. કેનાલમાં ગમે ત્યારે પાણી છોડવામાં આવતું હોય છે એટલે લોકોને તેની ઉંડાઇ અને પાણીના પ્રવાહની તીવ્રતાની જાણકારી હોતી નથી. આ ઉપરાંત બ્રિજના સાઇફનમાં ગમે તેવો તરવૈયો પણ ડૂબી જાય તેવી સ્થિતિ સર્જા‍તી હોય છે. બ્રિજ હોય ત્યાં સાંકળો રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ કેનાલમાં ડૂબી જવાની જાણ થાય છે ત્યારે તુરંત ફાયર બ્રિગેડ ત્યાં પહોંચી જાય છે.-હિ‌તેશ તાપરિયા, ચીફ ફાયર ઓફિસર બોડેલી બસ દુર્ધટનામાં ૪૪નો ભોગ લેવાયો હતો નર્મદા કેનાલ અનેક વખત પ્રાણધાતક સાબિત થઈ છે. જેમાં એકલ દોકલ ધટનાઓ ઉપરાંત ચાર વર્ષ પૂર્વે બોડેલી પાસેથી મેઈન કેનાલમાં ખાબકેલી એસ.ટી. બસમાં સવાર માસુમ ભૂલકાઓ સહિ‌ત ૪૪નો ભોગ લેવાયો હતો. આ ધટના બાદ પણ કેનાલની આસપાસ સુરક્ષાનો મુદ્દો ખુબ ચર્ચામાં રહ્યો હતો. ૧૭- લોકોનાં ચાર મહિ‌નામાં કેનાલમાં ડૂબતાં મોત પ૦- ટકા ડુબવાના કોલ ફાયર બ્રિગેડને નર્મદા કેનાલના ૬૦- કિ.મી. મુખ્ય કેનાલનું જિલ્લામાં નેટવર્ક ૨પ,૦૦૦- કિ.મી. સબ કેનાલનું જિલ્લામાં નેટવર્ક