મોદીની અઘરી નોકરી : ચહેરા પર થાક અને પગે આવી ગયા છે સોજા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીના જંગમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉતરેલા નરેન્દ્ર મોદી ગુરૂવારે દિવસ દરમિયાન ચાર જાહેરસભા અને એક રોડ શો કરી રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં જાહેરસભા સંબોધવા જતાં અગાઉ એરપોર્ટ પર સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ સમયે તેઓના ચહેરા પર ભારે થાક અને પગે સોજા હોવાનું જણાયું હતું. આ જોઈ શહેરના એક નેતાએ તેમની તબિયત અંગે ટકોર કરી, પગે આટલા બધા સોજા છે તેમ પૂછતા મોદીએ આ વાતને હળવી બનાવવા માટે 'તમે અઘરી નોકરી' આપી દીધી છે તેવી રમૂજ કરી હતી. ત્યાર બાદ તેઓ સભા સંબોધન કરવા જવા તૈયાર થઈ ગયા હતા.

તેઓ સવારે વારાણસી ગયા હતા અને જંગી રોડ શો બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું. મોદી જ્યારે ઉમેદવારી ભરવા ગયા ત્યારે એક અપક્ષ ઉમેદવાર અંદર ફોર્મ ભરી રહેલો હોવાના કારણે તેમણે અડધો કલાક સુધી કચેરીની બહાર ઉભા રહીને રાહ જોવી પડી હતી.

રોડ શો બાદ આટલો લાંબો સમય ઉભા રહ્યા એનો પણ થાક હોઇ શકે છે. એ ઉભા હતા ત્યારે તેમને પોલીસ અધિકારી દ્વારા ખુરશી લાવી આપી બેસવાની પણ ઓફર કરવામાં આવી હતી પણ મોદી ઉભા જ રહ્યા હતા.

આગળ વાંચો, માણ્યો હાંડવો, ખાખરા, પૌંઆ અને મુઠિયાં સાથે ચાનો સ્વાદ

આગળ વાંચો, અદાણીના વિમાનમાં કરે છે મુસાફરી, દરરોજ ચાર થી છ રેલીને કરે છે સંબોધીત