વડોદરામાં મોદી, 'ચાર તબક્કામાં સ્પષ્ટ થયુ, હવે માં દીકરાની સરકાર જાય છે'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરાથી પણ લોકસભાની ચૂંટણી લડી રહેલા અને ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યા બાદ પ્રથમવાર વડોદરામાં આવીને પોલોગ્રાઉન્ડ ખાતે ગુરુવારે જાહેરસભા સંબોધી હતી ત્યારે વડોદરાવાસીઓ મોદીની એક ઝલક મેળવવા અને ભાષણ સાંભળવા મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

વડોદરા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોવા છતાં શહેરમાં હાજર નહીં રહેતા હોવાની વાતોનો આડકતરો સ્વીકાર કરી આ માટે વડોદરાના લોકોને જ નેતૃત્વ સોપ્યાની નરેન્દ્ર મોદીએ આજની સભામાં વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે સભામાં મારી સામે લાખો નરેન્દ્ર મોદી બેઠા છે. જે એક એક મતદાર નરેન્દ્ર મોદી બની કામ કરી રહ્યો છે. મતદાર જાતે જ ઉમેદવાર નબી ચૂંટણી જંગમાં ઉતર્યો હોય તેવી વિશ્વની પહેલી ઘટના હોવાનું તેઓએ સભામાં જણાવ્યું હતું.

પોલો ગ્રાઉન્ડ ખાતે નિયત સમય કરતા એક કલાક મોડી શરૂ થયેલી જાહેરસભાના આરંભે મેદાનમાં ઉપસ્થિત મેદનીએ નરેન્દ્ર મોદીનો જયજયકાર કર્યો હતો. એક તબક્કે નરેન્દ્ર મોદી ભાષણ શરૂ નહીં કરી શકતા તેઓએ લોકોને જયજયકાર અટકાવવા અપીલ કરી હતી. આ માહોલ જોઈ તેઓએ જણાવ્યું હતું કે વડોદરાનો એક એક નાગરીક નરેન્દ્ર મોદી બન્યો છે.

આ ચૂંટણીમાં એક એક નાગરીક જાતે જ ઉમેદવાર બન્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. વિશ્વમાં ક્યાંય પણ મતદાર જાતે ઉમેદવાર બની કામ કરતા હોય તેવું બન્યું નથી. આ ચૂંટણીના સેનાપતિ જ મતદાર બન્યા હોય તેવી વિશ્વની પ્રથમ ધટના સાથે તેઓએ સરખાવી હતી. આ માહોલ માત્ર વડોદરામાં જ નહીં પણ સમગ્ર દેશમાં હોવાનું જણાવી નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાંથી ગાંધી પરિવારની સરકાર જવાનું નક્કી હોવાનું કહ્યું હતું.

દરમિયાન નરેન્દ્ર મોદીએ ૧૮ થી ૨૮ વર્ષના યુવાનોને ચૂંટણીમાં ગંભીરતાપૂર્વક મતદાન કરવા અપીલ કરી હતી એઓએ જણાવ્યું હતું કે જેમ વિદ્યાર્થીકાળમાં ધો. ૧૨નું પરિણામ જીવનની દિશા નકકી કરતું હોય છે તેમ ૧૮ થી ૨૮ વર્ષના સમયમાં વ્યક્તિગત જીવન માટે નકકી કરેલ પ્રગતિ આખી જિંદગીનો લક્ષ્યાંક નકકી કરતું હોય છે. જે માટે યુવા મતદારોએ સારી અને મજબુત સરકાર જે દેશનો ઉધ્ધાર કરી શકે તેવી હોય તેની માટે મતદાન કરવું જોઇએ.

મોદીની પહેલી સભામાં ૨,૦૦૦થી વધુ ખુરશી ખાલી રહી - મોદીએ પોલો ક્લબનો માત્ર રસ્તા તરીકે ઉપયોગ કર્યો - મોદીના ગુજરાતી સંબોધનમાં હિ‌ન્દી છાંટ -ચાર ટેકેદારોને સ્ટેજ પર સ્થાન

(તસવીરમાં- મોદીની વડોદરાની સભામાં ઉમેટલી જનમેદની)