નડિયાદ SBI બેન્ક સાથે 5.85 લાખની છેતરપિંડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- નડિયાદ SBI બેન્ક સાથે 5.85 લાખની છેતરપિંડી
- મુંબઇ કનેરા બેન્કના ખાતેદારે કરેલી છેતરપિંડી
નડિયાદ : નડિયાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (મુખ્ય શાખા)માં મુંબઇના કનેરા બેન્કના એક ખાતેદારે ખોટો ચેક રજૂ કરીને બેન્કમાંથી કુલ રૂ.5.85 લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી.
નડિયાદ શહેરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની મેઇન બ્રાન્ચમાં 18 નવેમ્બર, 2014ના રોજ અંધેરી (ઇસ્ટ) મુંબઇના ખાતેદાર મેસર્સ કુસુમનગર કોર્પોરેશન પ્રા.લિ. મુંબઇનો
રૂ.5,95,720નો નિલેશભાઇ બલીરામ જાદવનો ચેક નડિયાદની શાખા તરફથી ક્લિયરિંગમાં મોકલેલો હતો.
આ ચેકના બદલે નિલેશ બલીરામ જાદવે બીજો ખોટો ચેક રૂ.5.85 લાખનો રજૂ કરીને કનેરા બેન્કમાંથી રૂ.5.85 લાખ ઉપાડી લઇને બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. આ સંદર્ભે નડિયાદ એસબીઆઇ બેન્કના અધિકારી વિજયભાઇ પટેલની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે નિલેશ બલીરામ જાદવ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.