મારી પત્ની મુસ્લિમ છે અને હું ખુબ જ ખુશ છુ: દીલીપ ચૌહાણ

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- સાધલીમાં અગાઉ ત્રણ આંતરધર્મી લગ્ન થયા છે

સાધલીમાં ભૂતકાળમાં આંતરધર્મી લગ્નના ત્રણ બનાવ બનેલા છે, પરંતુ કદી પણ કોમી તોફાન થયા નથી. છેલ્લા ૧૧ વર્ષતી સુખી દાંપત્ય જીવન વિતાવી રહેલા દિલીપભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૦માં તેણે ગામમાં જ રહેતી મદીના સાથે લગ્ન કર્યા હતા. આજે તેને સંતાનમાં એક દિકરો અને દિકરી છે. તેનું લગ્ન જીવન ખુબ જ સુખી છે.

મદીનામાંથી મધુ બનેલા મદીનાબહેને જણાવ્યું હતું કે, તેને કદી પણ પરિવારજનોએ પરેશાન કરી નથી અને બન્ને ભાઇ પણ તેની સારી દેખરેખ રાખે છે. સાધલી ગામમાં રહેતા મુસ્લિમ અગ્રણી અબ્દુલભાઇએ જણાવ્યું હતું કે, અન્ય એક યુવકે પણ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરેલા છે, તો આજ રીતે ગામના એક મુસ્લિમ યુવકે અગાઉ ગામમાં રહેતી હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા.

છતાં ક્યારેય તોફાનો કે કોમી તંગદિલી સર્જાઇ નથી. આ વખતે ૧ લી એપ્રિલે, પંદર દિવસ પૂર્વે અને ૧લી જુને મળી ૩૦ દિવસના જ સમય ગાળામાં ૩ કોમી તંગદિલીના બનાવો બનતાં શાંત સાધલીની કોમી સંવાદિતતા જોખમાઇ છે.