'પુનિતને જોઈ મારું ટેન્શન દૂર થાય છે’

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બંને માને છે કે અમારું ફેમિલી બોન્ડિંગ ખૂબ જ સ્ટ્રોંગ છે

'પુનિત હેપ્પી ગો લકી પર્સન છે. જ્યારે, હું થોડુંક ટેન્શન લેતી હોઉં છું. અમારા આવા સ્વભાવને કારણે અમારી લાઈફ ખૂબ જ સારી રીતે બેલેન્સ્ડ થઈ ગઈ છે. તેનો હસતો ચહેરો જોઈને જ મારું ટેન્શન દૂર થઈ જાય છે.’ આ શબ્દો છે અમીતા જસપાલના. લગ્નમાં આવો સ્વભાવ હોવો અનિવાર્ય છે. જેથી કપલ એકબીજાને સારી રીતે સમજી શકે.

અમીતા કહે છે કે, 'તે ડાઉન ટુ અર્થ છે. હમ્બલ અને સોફ્ટ સ્પોકન પર્સન છે.’ જ્યારે પુનિત કહે છે, 'અમીતા કોન્ફિડન્ટ છે. પ્રોબ્લમ સોલ્વિંગ પર્સન છે.’ પરંતુ બંને માને છે કે, તેમનું ફેમિલી અંડરસ્ટેન્ડિંગ ખૂબ જ સ્ટ્રોંગ છે. અન્ય પરિવારજનો પણ એકબીજાને સારી રીતે સમજે છે. જેથી તેમની લાઈફ સરળ બની છે. લગ્નના બીજા દિવસના જ એક કિસ્સા વિશે અમીતાએ જણાવ્યું કે, 'લગ્નના બીજા જ દિવસે તે બહારથી મારી પાસે આવ્યા ત્યારે તેણે મને સ્મોક સ્મેલ આવી. તેને પૂછતા તેણે ઓકેશનલી કરતા હોવાનું જણાવ્યું. પણ, મને આ બાબત ગમતી ન હતી. તેથી તેણે મારા માટે સ્મોકિંગ તદ્દન છોડી દીધું.’ (બરોડા મેનેજમેન્ટ એસો.ની સીઈઓ અમીતા જસપાલ અને પુનિત જસપાલ સાથેની વાતચીતના આધારે)