વડોદરાના મહારાણીએ લીધા મતદાન કરવાના શપથ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મતદાન જાગૃતિના હેતુથી એમ.એસ યુનિવર્સિ‌ટી દ્વારા યુનિયન પેવેલિયન ખાતે આજે રોક બેન્ડ 'ઇન્ડિયન ઓશન’ દ્વારા યોજાયેલા કોન્સર્ટમાં બરોડિયન્સે રોક મ્યૂઝિકનો જાણે મહાસાગર માણ્યો હતો. 'ઇન્ડિયન ઓશન’ના આ કોન્સર્ટમાં કર્ણપ્રિય ગીતો અને ધમાકેદાર મ્યૂઝિકે હજારો વડોદરાવાસીઓને ડોલાવી દીધાં હતાં. આ કાર્યક્રમમાં વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડ, એમ.એસ. યુનિવર્સિટીના વીસી પ્રો. યોગેશ સિંગ સહિત શહેરના અગ્રણીઓ તથા ત્યા હાજર હજારો લોકોએ મતદાન કરવના શપથ ગ્રહણ કર્યા હતાં.

આ મ્યૂઝિકલ નાઇટ માટે 'ઇન્ડિયન ઓશને’ હજી બે દિવસ અગાઉ જ રિલીઝ થયેલા આલબમ 'તંદનુ’નાં પણ ગીતો સહિ‌તનાં 'અરે રુક જા રે બંદે...’ , 'મા રેવા.. .’, ' કંદીષા...’, 'બહેને દો.. .’ અને 'દેશ મેરા રંગરેજી બાબૂ.. .’ જેવાં ગીતો અને ૪૦ હજાર વોટના આઉટપૂટ સાઉન્ડ અને આંખોને ચકાચૌંધ કરે તેવા લાઇટિંગે માહોલને સંગીતમય બનાવી દીધો હતો. આ ગ્રૂપનું શહેરમાં છેલ્લાં ૧૨ વર્ષમાં આ પાંચમું પર્ફોર્મન્સ હતું. આ ગ્રૂપના સભ્ય અમિત કિલ્લમે જણાવ્યું કે, લોકો એકસરખા રસથી અમારા સંગીતને માણે છે.’ આ ગ્રૂપ દ્વારા લોકસભા ઇલેકશન માટે પહેલીવાર પર્ફોર્મન્સ કરાયું હતું.
' પથ્થરો ખાશે પણ કહેશે અમે સૂફી છીએ’ વાંચવા ફોટો બદલો.