તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Music Composer Yanni Guest Of Vadodara City For VADFEST Latest News

‘કોન્સર્ટમાં વડોદરાને સરપ્રાઇઝ આપીશ’:યાન્ની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તમામ તસવીરો વડફેસ્ટ અંતર્ગત શહેરના ગેસ્ટ ગ્રીસના આ મ્યૂઝિક કમ્પોઝર યાન્નીની)
વડોદરા:વડફેસ્ટ અંતર્ગત શહેરના ગેસ્ટ બનેલા યાન્નીએ બુધવારે સુર્યા પેલેસમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ઢોલ અને શરણાઇના તાલે ડાન્સ કરતાં યાન્નીએ એન્ટ્રી લઇને ‘કેમ છો?’ કહીને સંબોધન કર્યું હતું.ગ્રીસના આ મ્યૂઝિક કમ્પોઝર યાન્નીએ જણાવ્યું હતું કે, ‘મારા માટે ખુશીની બાબત છે કે હું ફેસ્ટિવલની શરૂઆત કરીશ.અહીંનું આતિથ્ય મને ઘર જેવું લાગે છે. આજે સવારે મેં પેલેસની મુલાકાત પણ લીધી હતી. સુંદર સ્થળ છે.’ કોન્સર્ટની તૈયારીઓ વિશે જણાવ્યું કે, ‘વડોદરાની કોન્સર્ટ માટે કઇ વિશેષ તૈયારી નથી કરી, જે છે તે સરપ્રાઇઝ છે.ભારત એક મહાન દેશ છે અને અહીંના લોકો પણ ગ્રેટ છે. મેં વિશ્વની જેટલી પણ હિસ્ટોરિકલ સાઇટસ પર પર્ફોમ કર્યું છે તેમાં ‘તાજમહાલ’ યાદગાર છે.
ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક અને ખાસ કરીને પંડિત રવિશંકરથી હું પ્રભાવિત છું. મારા ફર્સ્ટ આલ્બમ માટે પણ તેમની પ્રેરણા હતી. તેઓ કહેતા હતા કે, ‘રિધમ એ વેસ્ટર્ન અને ઇન્ડિયન કલાસિકલ મ્યુઝિકનો તફાવત છે.’ વડફેસ્ટ સમિતિના ગીતા ગોરડિયા પાસે લક્ષ્મી વિલાસ પેલેસના બેકડ્રોપની ટ્રોફી મેળવીને યાન્ની ‘બ્યુટીફુલ’ એવું બોલી ઉઠયા હતા. તેમના પરફોર્મન્સને માણવા એ આર રહેમાન સહિત અનેક દિગ્ગજો આવે તેવી શક્યતા છે.

મ્યુઝિક વિશે પોતાના વિચારો જણાવતા યાન્નીએ કહ્યું હતું કે, ‘મેં કારકિર્દીની શરૂઆત પિઆનિસ્ટ તરીકે કરી હતી. મારા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેસ ઓફ સરન્ડર છે, યોગ સમાન છે. હું ફીલ કરું છું, જે એક લીક્વીડ જેવું છે. જે ઢોળાઇ જાય છે. લાઇવ મ્યુઝિકમાં કંઇ જ પ્લાનિંગ ન હોય તે તો બસ અનુભૂતિનો વિષય છે.’
આગળ વાંચો યાન્ની સાથે થયેલા પ્રશ્ન-જવાબ...