મ્યૂઝિયમને નવું ઓડિટોરિયમ મળ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા મ્યૂઝિયમના ૧૨૦ વર્ષ જૂના ઓડિટોરિયમને ૨૦ લાખના ખર્ચે રિનોવેટ કરાયું.

બરોડા મ્યૂઝિયમ ખાતે તેના ૧૨૦ વર્ષ જૂના ઓડિટોરિયમનું રિનોવેશન કરવામાં આવ્યું છે. આ રિનોવેશનને લીધે હવે આ ઓડિટોરિમની ક્ષમતા વધી ગઇ છે. જેથી આગામી દિવસોમાં મ્યૂઝિયમના આ ઓડિટોરિયમમાં વધુ કાર્યક્રમો યોજાઈ શકશે. નવા ઓડિટોરિયમમાં અત્યાધુનિક લાઇટ્સ, બેઠક વ્યવસ્થા અને એસી પણ મૂકવામાં આવ્યાં છે.

આ ઓડિટોરિયમ વિશે વાત કરતાં મ્યૂઝિયમના નિયામક એમ. એમ. પઠાણે જણાવ્યું કે, 'આ ઓડિટોરિયમ જૂનું થઇ ગયું હતું. ઉપરાંત પ્રકાશ અને હવાઉજાસની વ્યવસ્થા પણ સારી ન હતી. તેથી તેનું રિનોવેશન તૈયાર કરાવવું જરૂરી હતું.’ તેમણે વધુમાં જણાવ્યું કે, 'અગાઉ ઓડિટોરિયમમાં ૮૦ બેઠકો હતી, જે વધીને હવે ૧૦૪ થઇ ગઇ છે. રિનોવેશન દરમિયાન ઓડિટોરિયમમાં ૮ વિન્ડોઝ પણ નવી બનાવી છે અને ઓડિટોરિયમની શોભા વધારવા માટે આઠ પેઇન્ટિંગ્સ પણ મૂકવામાં આવશે. આ ઉપરાંત નાની મોટી પ૨ લાઇટ્સ ફિટિંગ્સ અને ત્રણ પોર્ટેબલ એસી મૂકવામાં આવ્યાં છે. આ ઓડિટોરિયમના રિનોવેશન માટે ૨૦ લાખથી વધુનો ખર્ચ થયો છે. ટૂંક સમયમાં આ ઓડિટોરિયમ ધમધમતું થાય અને તેમાં કાર્યક્રમો યોજાય તેવી શક્યતા છે.’