• Gujarati News
  • Municipal Commissioner Announced 70 Crore Of Works Will Be Held

વડોદરા: મતદાન પૂર્વે મ્યુ.કમિશનરે ૭૦ કરોડનાં કામોની જાહેરાત કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(વડોદરા કોર્પોરેશનની ફાઇલ તસવીર)
મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે ફાયરબ્રિગેડ ઓફિસમાં યોજેલી પત્રકાર પરિષદમાં કામોની જાહેરાત કરી
ભવિષ્યમાં પૂરનું સંકટ ન સર્જા‍ય તે માટે આજવા સરોવર ઊંડું કરવા સહિ‌તનાં આયોજન હાથ ધરાશે

વડોદરા:
શહેર પૂરના સંકટમાંથી ટળી ગયુ છે પણ ભવિષ્યમાં પૂરનુ સંકટ ના સર્જા‍ય તે માટે મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે લોકસભા બેઠકની પેટા ચૂંટણીના એક દિવસ અગાઉ ૭૦ કરોડના કામોની જાહેરાત પત્રકાર પરિષદમાં કરી હતી. શહેરમાં સોમવારે બપોરથી આજવા ડેમના ૬૨ દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા અને મંગળવારે મોડી રાતે વિશ્વામિત્રી નદીનુ જળસ્તર ૩૪ ફુટે પહોંચતા પૂરની સ્થિતિ સર્જા‍ઇ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ શહેરમાં સેવાસદને કરેલી વિવિધ કામગીરીની માહિ‌તી પત્રકારોને આપવા માટે મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે શુક્રવારે સાંજે સાડા પાંચ વાગે દાંડિયાબજાર સ્થિત ફાયરબ્રિગેડ ખાતે ચીફ ફાયર ઓફિસરની ચેમ્બરમાં પત્રકાર પરિષદ બોલાવી હતી.
આ પત્રકારપરિષદમાં મ્યુ.કમિશનર મનીષ ભારદ્વાજે પત્રકારોના પ્રશ્નોના ઉત્તરમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે,આજવા ડેમને ઉંડુ કરવા માટે પ કરોડની ગ્રાન્ટની સહાય સરકાર પાસે માંગવામાં આવેલી છે અને અને તે ફાઇલ સરકારમાં પેન્ડીંગ છે અને તેનું ફોલોઅપ લેવામાં આવશે. તદુપરંત આજવામાથી છોડવામાં આવતા પાણી મિની નદીમાં ડાયવર્ટ કરવા માટે ૧પ કિલોમીટર લાંબી ચેનલ બનાવવામાં આવશે અને તેના માટે ૬પ કરોડનો ખર્ચો છે. જોકે, આ પ્રોજેકટ કયારથી શરૂ કરવામાં આવશે તે અંગે તેમણે ટુંક સમયમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
બીજી કયા કયા કામોની જાહેરાત કરવામાં આવી આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...