તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરાનાં સૌથી ભવ્ય જ્વેલરી શો રૂમનો અંદરનો નજારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ભવ્ય મુક્ત જવેલર્સની ભવ્યતા નજરે નજરે પડે છે)
વડોદરા: શહેરના અલકાપુરી વિસ્તારમાં પ્રોડક્વિટી રોડ પર મુક્ત જ્વેલર્સનો નવો જ્વેલરી શો રૂમ તાજેતરમાં શરૂ થયો છે. આ શો રૂમના માલિક હર્ષ સોનીના જણાવ્યા અનુસાર મુક્ત જ્વેલર્સ નામનો તેમનો શો રૂમ ભારતનાં સૌથી મોટો જ્વેલરી શો રૂમમાં સ્થાન ધરાવે છે. આ શો રૂમ 63 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં બનાવવામાં આવ્યો છે. એટલું જ નહીં મુક્ત જ્વેલર્સ છેલ્લા 100 વર્ષથી સોના-ચાંદીનાં વ્યાપાર સાથે સંકળાયેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મુક્ત જ્વેલર્સ નામનો શો રૂમ ત્રણ માળનો છે અને તેમાં એકથી બીજા ફ્લોર પર જવા માટે લિફ્ટ તથા આધુનિક એસ્કેલેટરની સુવિધા છે. આ શો રૂમનું ઇન્ટિયરિયર પણ ખૂબ જ ભવ્ય છે. ખરીદી દરમિયાન ગ્રાહકોના નાના બાળકોને આકર્ષે તેવો એક કિડ્સ ઝોન પણ શો રૂમમાં બનાવાયો છે.
નોંધનીય છે જે વડોદરામાં આ સિવાય કલ્યાણ જ્વેલર્સ, ગણદેવીકર જ્વેલર્સ અને જોયાલુક્કાસ જ્વેલર્સ નામનાં મોટા જ્વેલરી શો રૂમ્સ આવેલા છે.
સોના-ચાંદીની જ્વેલરીને સાચવાની કેટલીક ટીપ્સ જાણવા તથા વડોદરામાં શરૂ થઇ રહેલા ભવ્ય જ્વેલરી શો રૂમની અંદરની તસવીરો નિહાળવા ફોટો બદલતા જાવ.