• Gujarati News
  • MSU, Leicester And Durham University Will Knowledge Share

MSU, લેસ્ટર અને ડરહમ યુનિ. સાથે નોલેજ શેરિંગ કરશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બ્રિટિશ કાઉન્સિલે બંને યુનિવર્સિ‌ટી સાથેની ભાગીદારી માટે ૨પ લાખનું ફંડ આપ્યું

આગામી સમયમાં એમ એસ યુનિવર્સિ‌ટી યુકેની લેસ્ટર અને ડરહમ યુનિર્વસિટી સાથે નોલેજના ક્ષેત્રે પાર્ટનરશિપ કરશે. તાજેતરમાં જ બ્રિટિશ કાઉન્સલે એમ એસ યુનિવર્સિ‌ટી સાથે લેસ્ટર યુનિવર્સિ‌ટીના પાર્ટનરશિપ માટે ૧૪ લાખ અને ડરહમ યુનિ. સાથેની પાર્ટનરશિપ માટે ૧૧ લાખના ફંડની ફાળવણી કરી છે. આ ફંડ આગામી એક વર્ષમાં પ્રોજેક્ટ શરૂ થતાં અપાશે. આ ફંડ નોલેજ ઇકોનોમિ પાર્ટનરશિપ (કેઇપી) સ્કીમ્સ અંતર્ગત ફાળવવામાં આવ્યું છે. યુકેની બંને યુનિવર્સિ‌ટીઓ સાથે એમ એસ યુનિવર્સિ‌ટીની પાર્ટનરશિપ થાય તે માટે યુનિવર્સિ‌ટીના વાઈસ ચાન્સેલર પ્રો.યોગેશસિંઘે બંને યુનિવર્સિ‌ટીની મુલાકાત લીધી હતી અને એમઓયુ સાઈન કર્યા હતા.

આ ઉપરાંત ઇન્ટરનેશનલ અર્ફેસના ડિરેકટર પ્રો. શરદ બંસલે પણ બ્રિટિશ કાઉન્સિલની મુલાકાત લીધી હતી. ડરહામ યુનિવર્સિ‌ટી સાથેના પ્રોજેક્ટ અંતર્ગત ભારતમાંથી વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર અને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે ડરહમ સિટીના કલ્ચરલ હેરિટેજનો અભ્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે બંને યુનિવર્સિ‌ટીઓના આર્કિયોલોજિ ડિપાર્ટમેન્ટ્સ કો-ઓર્ડિનેટ કરશે. શહેરની ઐતિહાસિક ઇમારતો સહિ‌ત કલ્ચરલ હેરિટેજની જાળવણી થાય અને તે માટેના તજજ્ઞો અને જાણકારોનું માર્ગદર્શન વડોદરામાંથી જ સતત ઉપલબ્ધ બને તે માટે મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટી ખાતે એક વિશેષ સેન્ટર ફોર અર્બન સસ્ટેઈનેબિલિટીની સ્થાપના કરવામાં આવશે.

આ સેન્ટરમાં યુનિવર્સિ‌ટીના જ વિવિધ ડિપાર્ટમેન્ટ્સના તજજ્ઞોની સાથે વિદેશી તજજ્ઞોને આમંત્રિત કરીને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. આ માટે યુનિવર્સિ‌ટી ઓફ લેસ્ટર સાથે એમ એસ યુનિવર્સિ‌ટીના એમઓયુ થયા છે. આ સેન્ટરની સ્થાપના અગાઉ પ્રારંભિક તબક્કે સેમિનાર, વર્કશોપ, રિસર્ચ અને ટ્રેનિંગ મોડયુઅલ વગેરેની ચર્ચા કરવામાં આવશે. આ તમામ તૈયારીઓની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવા અને આયોજન કરવા માટે શરૂઆતના તબક્કે બ્રિટિશ કાઉન્સિલ દ્વારા ૧૪ લાખ ફાળવવામાં આવ્યાં છે. આ બંને યુનિવર્સિ‌ટી સાથેના કોલાબ્રેશન માટે અપાયેલું ફંડ એમ.એસ. યુનિવર્સિ‌ટીને એક વર્ષમાં ખર્ચ કરવાનું રહેશે.

-કેઈપી સ્કીમ હેઠળ સિડ ફંડ આપવામાં આવ્યું છે
યુકે અને ઇન્ડિયન એકેડેમિક ઇન્સ્ટિ‌ટયૂશન્સ એકબીજાને કોલાબ્રેશનમાં મદદ કરે તે માટે બ્રિટિશ કાઉન્સિલની કેઈપી સ્કીમ છે. હાલમાં મદદરૂપે અપાયેલા આ ફંડને સિડ ફંડ કહેવાય છે. કારણ કે તે શરૂઆતના તબક્કામાં આપવામાં આવ્યું છે. યુનિવર્સિ‌ટીના આ દિશામાં જેમ જેમ આગળ ધપશે તેમ તેમ વધુ ફંડની ફાળવણી પણ કરાશે.

-યુનિ.માં સેન્ટર ફોર અર્બન સસ્ટેઈનેબિલિટી સ્થપાશે
યુનિવર્સિ‌ટી ઓફ લેસ્ટર ખાતે પણ આવું જ સેન્ટર ફોર અર્બન સસ્ટેઈનેબિલિટિ છે જ. આ કોલોબ્રેશનથી લેસ્ટરની યુનિવર્સિ‌ટીના એકસપર્ટ્સની શહેરના સેન્ટર ફોર અર્બન સસ્ટેઈનેબિલિટી માટે મદદ મળશે. આ સેન્ટરમાં આર્કિયોલોજી, હિ‌સ્ટ્રી, પોલિટિકલ સાયન્સ, સોશિયોલોજી, આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સ, મ્યૂઝિયોલોજી, લો, એન્વાયર્નમેન્ટલ સાયન્સિસ, જિઓગ્રાફી, જિઓલોજી, પોપ્યૂલેશન રિસર્ચ સેન્ટર, સિવિલ એન્જિનિયરિંગ જેવા અનેક વિભાગોને સાંકળી લેવામાં આવશે.