MSUમાં આજે મિસ્ટર એન્ડ મિસ કોમર્સની ફાઇનલ સ્પર્ધા યોજાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોમર્સ ફેકલ્ટીમાં ચાલી રહેલા ‘ઇનોવિઝન-૨૦૧૩’ યૂથ ફેસ્ટીવલમાં આવતીકાલે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટેની મહત્વની ગણાતી મિસ્ટર એન્ડ મિસ કોમર્સની ફાઇનલ સ્પર્ધા યોજાશે. મિસ્ટર એન્ડ મિસ કોમર્સની ફાઇનલ સ્પર્ધાની સાથે જ કોમર્સ ફેકલ્ટીના યૂથ ફેસ્ટીવલનું સમાપન થશે.

યૂથ ફેસ્ટીવલના આખરી પડાવમાં મીમીક્રી, વેસ્ટર્ન ડાન્સ, ગ્રૂપ ડાન્સ તથા મિસ્ટર એન્ડ મિસ કોમર્સની સેમી ફાઇનલ સ્પર્ધા યોજાઇ હતી. જ્યારે મોડી સાંજે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓના મનોરંજન માટે ડીજેનાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ મનમૂકીને ગીત-સંગીતના તાલે ઝૂમ્યા હતા. આજે સીસી મહેતા ઓડીટોરીયમ ખાતે વેસ્ટર્ન ડાન્સ, ગ્રૂપ ડાન્સ તથા મિસ્ટર એન્ડ મિસ કોમર્સની ફાઇનલ સ્પર્ધા યોજાશે. ફાઇનલ સ્પર્ધામાં ૧૦ વિદ્યાર્થીઓ અને ૧૦ વિદ્યાર્થિનીઓ ભાગ લેશે. જેમાંથી એક વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીને મિસ્ટર એન્ડ મિસ કોમર્સનો તાજ પહેરાવશે. આ સ્પર્ધાની સાથે કોમર્સ ફેકલ્ટીમાં યૂથ ફેસ્ટીવલનું સમાપન થશે.