તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
-પ્રથમ ફેઝમાં સાયન્સ, ટેકનોલોજી , હોમ સાયન્સ, હોસ્ટેલ્સ, અને હેડ ઓફિસમાં વાઇફાઇ કાર્યરત થઇ જશે
-૧૧ હજારથી વધુ પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો-કર્મચારી ફ્રીમાં એક્સેસ કરી શકશે
-વાઇફાઇ નેટવર્ક માટે ૨.૨૦ કરોડનો ખર્ચ: કમ્પ્યૂટર સેન્ટર ખાતે કન્ટ્રોલ સિસ્ટમ
એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ ૨૮મીથી વાઇફાઇ સુવિદ્યાથી સજજ થઇ જશે. યુનિવર્સિટીના વીસી પ્રો. યોગેશ સિંઘ ૨૮મીએ સાયન્સ ડેના દિવસે સાયન્સ ફેકલ્ટી ખાતે વાઇફાઇ નેટવર્ક સેવાનો પ્રારંભ કરશે. ૨૮મીથી સેવા શરૂ થતાં એમ.એસ.યુનિવર્સિટી રાજયની પહેલી યુનિવર્સિટી બનશે કે જે વાઇફાઇથી કાર્યરત હશે. પ્રથમ ફેઝમાં યુનિવર્સિટીના ૩૬ હજાર વિદ્યાર્થીઓ પૈકી ૧૧ હજારથી વધુ વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કર્મચારીઓ ફીમાં એક્સેસ કરી શકશે. એમ.એસ.યુનિવર્સિટીમાં વાઇફાઇ નેટવર્ક શરૂ કરવાનો સમગ્ર પ્રોજેકટ સાયન્સ ફેકલ્ટીને સોંપ્યો હતો.
વીસી દ્વારા સીધી લીલીઝંડી મળતાં જ સાયન્સ ફેકલ્ટી દ્વારા સમગ્ર યુનિ. કેમ્પસમાં વાઇફાઇ નેટવર્ક પ્રોજેકટ શરૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઇ હતી. સાયન્સ ફેકલ્ટીએ ફેબ્રુઆરી-૨૦૧૩માં પ્રોજેકટની શરૂઆત કરી હતી. એક વર્ષ બાદ ૨.૨૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલી વાઇફાઇ નેટવર્ક સેવા માટે યુનિ.ના કમ્પ્યૂટર સેન્ટર ખાતે કન્ટ્રોલ સિસ્ટમ ઉભી કરાઇ છે. યુનિ.ના સમગ્ર કેમ્પસમાં ૧૦૪૦ જેટલા એક્સેસ પોઇન્ટ ઉભા કરાય છે. જેમાં ૧૪ જેટલાં આઉટડોર નેટવર્ક રેક્સ મૂકવામાં આવ્યાં છે.
આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.