તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • MS University, Baroda. 1 Year In The 15 Committee, 5 And 10 Of The Report Of The Left

MS યુનિ.માં 1 વર્ષમાં 15 કમિટી, 5ના જ રિપોર્ટ આવ્યા 10ના બાકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- MS યુનિ.માં કમિટી રાજ: તપાસ અને અહેવાલ આપવામાં ગુનાહિ‌ત બેદરકારી
- યુનિ.ની તપાસ કમિટીઓ માત્ર કાગળ પર જ હોવાની વિગતો બહાર આવી


વિશ્વભરમાં પોતાના શૈક્ષણિક માળખા તથા ઐતિહાસિક કેમ્પસને લઇને ઓળખાતી એમ.એસ.યુનિવર્સિ‌ટી હવે વિવિધ મુદ્દા અને પ્રકરણ બાદ કાગળ પર સૌથી વધુ તપાસ કમિટીની જાહેરાત કરતી એક શૈક્ષણિક સંસ્થા બની ગઇ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

યુનિવર્સિ‌ટીમાં છેલ્લા એક વર્ષમાં વિવિધ મુદ્દા- પ્રકરણોમાં ૧પ જેટલી કમિટીઓની જાહેરાત કરાઇ છે. ૧પ કમિટીઓ પૈકી માત્ર પ કમિટીએ જ પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. બાકીની ૧૦ કમિટીઓએ ૮ મહિ‌નાથી વધુનો સમય વિતવા છતાં પણ તપાસ પૂર્ણ થઇ નથી કે કમિટીના કન્વીનર-ચેરમેને પોતાની તપાસનો રિપોર્ટ હજુ સુધી યુનિવર્સિ‌ટીના વીસીને સબમીટ કર્યો નથી. ઘણી કમિટીઓએ હજુ પણ માત્ર કાગળ પર જ હોવાની તથા હજુ સુધી તપાસ પણ આરંભી ન હોવાની પણ વિગતો બહાર આવતાં જ યુનિવર્સિ‌ટીના શૈક્ષણિક જગતમાં કમિટીને લઇને તરહ-તરહની વાતો ઉઠવા પામી છે.

છેલ્લા એક વર્ષમાં બનેલી કઇ ૧૦ કમિટીનો હજુ રિપોર્ટ આવ્યો નથી?


- ડૉ. ઘનશ્યામ સોલંકીએ વીસીની ખુરશી પર કુવેચ લગાડવાના પ્રકરણની પ્રો. મહેશ્વરીના કન્વીનરવાળી કમિટી પ મહિ‌નાથી હજુ તપાસ જ કરે છે.
- ઓરીયેન્ટલ ઇન્સ્ટિ‌ટયૂટમાં સમતા જૈન સંઘ દ્વારા જૈન મેન્યુસ્કિપ્ટને સોંપવા અંગે પ્રો.પરિમલ વ્યાસની કમિટીએ રિપોર્ટ આપ્યો નથી.
- કેન્ટીન-ફોટોકોપી સેન્ટરની એક સરખા નિયમો તૈયાર કરવા પ્રો. ગોપાલ ભાટ્ટીના કન્વીનર પદે બનેલી કમિટીનો ૯ મહિ‌ના બાદ પણ રિપોર્ટ બાકી.
- જૂન-૨૦૧૨માપ્રો. પ્રજ્ઞેશ શાહ અને એબીવીપીના મહામંત્રી સ્મિત ઠક્કુર વચ્ચે થયેલી મારામારીની તપાસનો રંજન સેનગુપ્તાની કમિટીનો રિપોર્ટ બાકી
- યુનિ.માં 'વાઇ-ફાઇ’ સેવા માટે સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. એ.સી.શર્માના કન્વીનર પદે નિમાયેલી કમિટીના રિપોર્ટ બાકી.
- ફેકલ્ટીઓમાં કમ્પ્યૂટરની ખરીદી માટે પ્રો. રંજન ઐય્યરની અધ્યક્ષતામાં કમિટી બની છે. ત્રણ મહિ‌ના થઇ છતાં હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી.
- યુનિ.માં પી.એચડીના રુલ્સ અને રેગ્યુલેશન લાગુ કરવા માટે પ્રો. આર.જી.કોઠારીના અધ્યક્ષતામાં એક વર્ષ પહેલાં કમિટી બની હતી.
- કોમર્સ ફેકલ્ટીમાં આરબીઆઇ સેલને કાર્યરત રાખવાના મુદ્દે પ્રો. રંજન ઐય્યરના કન્વીનર પદે કમિટીનો રિપોર્ટ ૯ મહિ‌નાથી બાકી.
- ઓડીટોરીયમમાં એક સરખા નિયમો લાગુ કરવા માટે પ્રો. ડૉ. મગન પરમારના અધ્યક્ષતામાં આઠ મહિ‌ના પહેલાં કમિટીનો રિપોર્ટ બાકી.
- આકીર્ટેકચરના અધ્યાપક મયૂર ગુપ્તા સામે રેંગીંગની કરેલી ફરિયાદની તપાસ માટેની કમિટી બની હતી. જે પાંચ મહિ‌નાથી રિપોર્ટ આપી શકી નથી.

આંતરિક રાજકારણ જવાબદાર

યુનિ.ના વીસી પ્રો.યોગેશ સિંઘ દ્વારા નિમાયેલી કમિટી છેલ્લા ૧ વર્ષથી રિપોર્ટ આપતી નથી. માત્ર તપાસનું તરકટ રચે છે. ૧૦ કમિટીઓની મંથરગતિએ ચાલતી તપાસ આનો શ્રેષ્ઠ ઉદાહરણ છે. કમિટીઓના રિપોર્ટ ન આવવા પાછળ યુનિ.માં બે જૂથો તથા અધ્યાપકો વચ્ચે ચાલતું આંતરિક રાજકારણ જવાબદાર છે.

કઇ પાંચ કમિટીનો રિપોર્ટ આવી ગયો?

- આર્ટ્સના વિદ્યાર્થી અને યુનિ.ના જી.એસ તથા એબીવીપીના મહામંત્રી વચ્ચે મારામારી સામે કમિટીનો રિપોર્ટ આવ્યો.
- આર્કિટેકચરના વિદ્યાર્થી હર્ષવર્ધન સુતરીયાનું રેગીંગ કરનારા પાંચ વિદ્યાર્થી સામે નિમાયેલી કમિટીનો રિપોર્ટ આવી ગયો છે.
- રિનોવેશનના નામે છાત્રોને હોસ્ટેલમાંથી હાંકી કાઢવાના મુદ્દે ચીફ ર્વોડનની કમિટીએ રિપોર્ટ આપ્યો હતો.
- હોસ્ટેલના ચીફ ર્વોડનની ઓફિસમાં કરેલી તોડફોડ પ્રકરણમાં નિમાયેલી કમિટીનો રિપોર્ટ આવી ગયો છે.
- લાયબ્રેરી તથા અન્ય સ્થળે ફરજ બજાવતાં કર્મીઓને ઓવર ટાઇમ માટે નિમાયેલી કમિટીએ પોતાનો રિપોર્ટ આપી દીધો છે.

વહેલા રિપોર્ટ માટે રિમાઇન્ડર અપાયા

૧પ પૈકી પ કમિટીઓએ રિપોર્ટ સોંપી દીધો છે. ૧૦ કમિટીના કન્વીનર -અન્ય સભ્યોની વ્યસ્તતાને લીધે રિપોર્ટ તૈયાર થયો નથી. રિમાઇન્ડર અપાયા છે.પુન: રિપોર્ટ સોંપવા માટે તાકીદ કરાશે. - ડૉ.અમિત ધોળકીયા, રજીસ્ટ્રાર, એમએસયુ.