બાઈક ચાલક યુવકનું હૃદય બહાર આવી ગયું

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- બાઈક ચાલક યુવકનું હૃદય બહાર આવી ગયું
- ટ્રેક્ટરની પાછળ ઘૂસી જતાં અકસ્માત
વડોદરા : પાદરા ખાતે પુરઝડપે બાઇક લઈને જતો યુવક આગળ જતાં ટ્રેક્ટરમાં ઘૂસી જતાં તેનું
હૃદય બહાર આવી ગયું હતું તથા તેની પાછળ બેસેલા તેના કાકા પણ ઈજાગ્રસ્ત થયા હતા.વડુ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જંબુસરના અણખી ગામે રહેતા 30 વર્ષીય રમેશભાઈ મેલાભાઈ બારિયા મજૂરીકામ કરી પોતાનું જીવન ગુજારતો હતો. તે પોતાના કાકા સોમાભાઈને બાઇક પાછળ બેસાડી ખરખડી ગામે સ્વજનના મરણ પ્રસંગે હાજરી આપવા ગયો હતો.

ત્યાંથી તે પરત પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે પાદરા જંબુસર રોડ પર દરબાર હોટલ સામે આગળ જતાં ટ્રેક્ટરને ઓવરટેક કરવા જતાં સામેથી એક બીજું વાહન આવતાં તેણે બાઇક અંદર દબાવ્યું હતું. જોકે તેમાં તેનું બેલેન્સ ન રહેતાં તે ટ્રેક્ટરની પાછળ ઘૂસી ગયો હતો. બનાવમાં તેને ઘણી ગંભીર ઈજાઓ થતાં તેનું હૃદય પણ બહાર આવી ગયું હતું. તેના કાકા પણ ઘવાયા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન રમેશનું મોત થયું હતું. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી.