વડોદરાની મમ્મીઓ બની શ્રીદેવી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઇ ગ્રૂપ કે ફ્રેન્ડ્સની વચ્ચે અંગ્રેજી વિષયના જ્ઞાનના અભાવ થકી હાંસી પાત્ર ન બને તે માટે કેટલીક મહિ‌લાઓ વાત કરવાનું ટાળતી હોય છે અથવા તો માતૃભાષામાં જ વાત કરવાનું પસંદ કરે છે. આવું પોતાની સાથે ન બને તે માટે મમ્મીઝ અંગ્રેજી શીખી રહી છે સંતાનોને સંસ્કારનું સિંચન સાથે અંગ્રેજી પણ શીખવે છે મમ્મીઝ 'આઇ કેન ટોક ઇંગ્લિશ, આઇ કેન વોક ઇંગ્લિશ...’ અમિતાભ બચ્ચનનો આ જાણીતો ડાયલોગ જ્યારે પણ સાંભળીએ છે ત્યારે જરૂર હસવું આવી જાય છે. જોકે ફિલ્મમાં દર્શાવાયેલી ફની સ્થિતિ જો રિયલ લાઇફમાં બને તો આપણને ક્યાંક ન આવડતા હોવાનો અહેસાસ થાય છે. કોઇ ગ્રૂપ કે ફ્રેન્ડ્સની વચ્ચે અંગ્રેજી વિષયના જ્ઞાનના અભાવ થકી હાંસી પાત્ર ન બનીએ તે માટે વાત કરવાનું ટાળીએ છીએ અથવા તો માતૃભાષામાં વાત કરવાનું પસંદ કરીએ છીએ. આ બધી બાબતોમાં અંગ્રેજી ભાષા એટલું મહત્વ નથી ધરાવતી, પરંતુ તમારું બાળક જ્યારે તમારી સાથે અંગ્રેજીમાં વાત કરે અને તમને અંગ્રેજીમાં જવાબ આપતા ન આવડતું હોય ત્યારે આ ભાષાના શીખવા વિશે થોડો વિચાર આવે તે સ્વભાવિક છે. પ ઓક્ટોબરના રિલીઝ થનારી ઈંગ્લિશ વિંગ્લિશ ફિલ્મમાં શ્રીદેવી તેમના ચિલ્ડ્રન માટે ઈંગ્લિશ કોચીંગ ક્લાસ જોઇન કરે છે. જે અંગ્રેજી ભાષા અને પારિવારીક ડ્રામા દ્વારા સમાજની ગ્લોબલ ઇફેક્ટની અસરનું રિલ લાઇફમાં પ્રદર્શિ‌ત કર્યું છે. પોતાના સંતાનોને સંસ્કારનું સિંચન કરી શકતી હોય તો ઈંગ્લિશ તો શીખી જ શકે. સિટી ભાસ્કરે પણ જોવાનો પ્રયત્ન કર્યો કે શહેરની મહિ‌લાઓએ પણ વિંગ્લિશનું ઈંગ્લિશ કરવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે કે નહીં? શહેરની મમ્મીઓ બની શ્રીદેવી નૈના મિસ્ત્રી, વાલી અંગ્રેજી આવડવું જરૂરી દીકરી હાલમાં જુનિયર કે.જીમાં અભ્યાસ કરે છે, તેના માટે મેં ઈંગ્લિશ કોચિંગ ક્લાસ જોઇન કર્યા છે. આમ પણ ક્યારેક એવી પરિસ્થિતિમાં અંગ્રેજી ભાષાના કારણે તેમની સ્કૂલ એક્ટિવિટીમાં પણ ભાગ લઇ નથી શકતા. સ્કૂલમાંથી પણ કહેવાયું છે વાલીઓને અંગ્રેજી આવડવું જોઇએ. નેહલ મોદી, વાલી કોન્ફિડન્સ વધ્યો વાલીઓને અંગ્રેજી ભાષાનું બેઝિક નોલેજ હોવું અત્યારના સમયમાં મહત્વનું છે. મારા બન્ને બાળકોને ઘરમાંથી જ અંગ્રેજી ભાષા શીખવા અને સમજવામાં મદદ મળે તે માટે મેં પણ અંગ્રેજી શીખવા માટે ક્લાસ જોઇન કર્યા છે. આમ પણ મને અંગ્રેજી શીખવાથી મારા બાળકોના કોન્ફીડન્સમાં વધારો થયો છે. સપના પટેલ, વાલી સ્ટડીઝમાં હેલ્પ હવે શક્ય બાળકો સ્કૂલ અને ટયૂશનમાંથી તો અંગ્રેજીભાષા શીખી શકે છે, પરંતુ જો ઘરમાં જ અંગ્રેજી ભાષાનું વાતાવરણ મળે તો તેમના નોલેજમાં ધણો વધારો થઇ શકે છે. સ્કૂલ મીટિંગ અને ઇવેન્ટમાં પણ ઈંગ્લિશમાં જ બોલી શકાય તે માટે ક્લાસ જોઇન ક્ર્યાં છે. તેમના સ્ટડીઝમાં પણ હેલ્પ કરવું હવે શક્ય બનશે. શલીના મેથ્યુસ, સંચાલક, વ્યક્તિત્વ ક્લાસ અલગ બેચ શરૂ કરી છે સમય બદલાયો છે અને મમ્મી પણ બદલાઇ છે. ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમે પણ હાઉસ વાઈફ્સ માટે અલગથી જ બેચ તૈયાર કરી છે. જેમાં મોટાભાગની બધી જ મહિ‌લાઓ તેમના બાળકો માટે જ અંગ્રેજી શીખી રહી છે.