લક્ષ્મીચંદમાં વડોદરાવાસીઓના ૨.પ૩ કરોડ ફસાયાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૭ વર્ષ પહેલાં ૧૮ ટકાના વ્યાજની લાલચે લક્ષ્મીચંદ ભગાજીની પેઢીમાં પોતાનાં નાણાં થાપણ સ્વરૂપે મૂકનારાં રાજ્યનાં ૩૯ હજાર ૮૦૦ થાપણદારો હજુ પણ પોતાના બાકી રહેલા ૩૯ કરોડ ૬૯ લાખની રાહ જોઇ રહ્યાં છે. જેમાં લક્ષ્મીચંદ ભગાજીમાં વડોદરાનાં ૨,૪૦૦ લોકોના ૨,પ૩,૬૦,૦૦૦ હજુ પણ સલવાયેલા છે.

માત્ર ટુ વ્હીલરના ફાઇનાન્સના લાઇસંસ હેઠળ શરૂ થયેલી લક્ષ્મીચંદ ભગાજી પેઢીના ડાયરેકટરોએ ૨૭ વર્ષ પહેલાં ૧૮„ વ્યાજની લાલચ આપીને લોકોની થાપણો સ્વીકારવાનું શરૂ કર્યું હતું અને ત્યાર બાદ પેઢીનું ઉઠમણું કરીને ત્રણેય ડાયરેકટરો એચ.કે.શાહ, સી.એમ.શાહ અને સુરેશ શાહ વિદેશ ભાગી ગયા હતા. પરિણામે હજારો થાપણદારોની મૂડી સલવાઇ ગઇ હતી. આ અંગે મુંબઇ હાઇર્કોટે લિકિવડેટર નીમી થાપણદારોના પૈસા પરત મળે તે માટે લક્ષ્મીચંદ ભગાજી ડિપોઝિટર મેનેજમેન્ટ કમિટી બનાવી હતી. જેણે અત્યાર સુધી ૨૧ કરોડની રકમ પરત મેળવી છે. આ કમિટી લક્ષ્મીચંદ ભગાજીની દેશભરમાં પથરાયેલી પ્રોપર્ટી વેચીને થાપણદારોના પૈસા પરત મળે તેવા પ્રયાસો કરી રહી છે.

ઝડપાયેલા સી.એમ.શાહને જામીન મળ્યા

લક્ષ્મીચંદ ભગાજીના ડાયરેકટર ૮૯ વર્ષના સી.એમ શાહ ગઇ કાલે મુંબઇ એરપોર્ટ પરથી વિદેશ ભાગતા પહેલા સહાર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા. પોલીસે તેમને એરેસ્ટ કર્યા ત્યારે છાતીમાં દુખાવાની ફરિયાદ કરીને તેઓ હોસ્પીટલમાં દાખલ થઇ ગયા હતા અને ત્યાર બાદ બાંન્દ્રા ર્કોટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. આજે સાંજે અદાલતે શરતી જામીન આપ્યા છે. લક્ષ્મીચંદ ભગાજીના ડાયરેકટરો સામે ઇન્દોરના ૧પ૦ થાપણદારોએ સીબીઆઇની આર્થીક ગુના નિવારણ શાખામાં ફરિયાદ કરી હતી.

ડાયરેક્ટરની ધરપકડ કરવા માગ

સી.એમ.શાહને શુક્રવારે સાંજે શરતી જામીન મળ્યા બાદ ડિપોઝીટર મેનેજમેન્ટ કમિટી વતી સી.એ પરાગ મહેતાએ સી.એમ.શાહની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરાય તેવી માંગ કરતો પત્ર મુખ્યપ્રધાન અને રાજય ગૃહ પ્રધાનને મોકલ્યો છે. પરાગ મહેતાએ જણાવ્યું હતું કે થાપણદારોના કરોડો રુપીયા સલવાયેલા છે અને ઘણાં વર્ષો પછી સી.એમ.શાહ ભારત આવ્યા છે ત્યારે ગુજરાત પોલીસે પણ તેમની ધરપકડ કરી કાર્યવાહી કરવી જોઇએ.

૪૧ કરોડના દાવામાંથી ૨૦ કરોડ પરત , ૨૧ કરોડ હજુ બાકી

લક્ષ્મીચંદ ભગાજીમાં વડોદરાનાં ૨,૪૦૦ લોકોના ૨,પ૩,૬૦,૦૦૦ હજુ પણ સલવાયેલા છે. મેનેજમેન્ટ કમિટીએ મૂડી પેટે રોકવામાં આવેલા ૪૧ કરોડના દાવાઓમાંથી ૨૧ કરોડ પરત મેળવ્યા છે અને હજુ ૨૦ કરોડ બાકી છે. દેશના ૪૧ હજાર થાપણદારોના ૧૬૦ કરોડ હજુ લેવાના છે તથા સિેવંગ્સ એકાઉન્ટમાં પ૭૦૦ લોકોના ૨ કરોડ સલવાયેલા છે. આ તમામ થાપણદારોનું ૧૨„ સાદું વ્યાજ ગણીએ તોપણ વ્યાજ પેટે ૧૩૪ કરોડ લેવાના નીકળે છે. ગુજરાતનાં ૩૯૮૦૦ થાપણદારોના ૩૯ કરોડ ૬૯ લાખ બાકી છે. લક્ષ્મીચંદ ભગાજીની પ્રોપર્ટી વેચીને થાપણદારોને તેમના પૈસા મળે તેવા પ્રયાસો હજુ પણ ચાલુ છે.
પરાગ મહેતા, સી.એ, લક્ષ્મીચંદ ભગાજી ડિપોઝિટર મેનેજમેન્ટ કમિટી