તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિસ ગુજરાત સેન્ટ્રલ બની વડોદરા સિટીની જાહ્નવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગ્રાન્ડ ફિનાલેમાં મિસ ગુજરાત સેન્ટ્રલ સહિ‌ત છ વિનર્સ વડોદરાના

અમદાવાદના સીજી રોડ સ્થિત સેન્ટ્રલ મોલ ખાતે જ્યારે ફેશન ફિયેસ્ટાના એર્વોડ્સની જાહેરાત કરવામાં આવી તો જાણે કર્ણાવતીમાં કલાનગરી છવાઈ ગઈ હતી. મિસ ગુજરાતના તાજ સાથે સેકન્ડ રનર્સ અપ તરીકે શહેરના આદિલ શેખ અને હરપ્રીત ગીલ વિનર થયાં હતાં

‡દિવ્ય ભાસ્કર અને સેન્ટ્રલ મોલના સંયુકત ઉપક્રમે અમદાવાદના સીજી રોડ સ્થિત અમદાવાદ સેન્ટ્રલ દ્વારા યોજાયેલ ફેશન ફિયેસ્ટા મિસ્ટર એન્ડ મિસ ગુજરાત સેન્ટ્રલ ગુજરાતના ગ્રાન્ડ ફિનાલેમાં મિસ ગુજરાતનું ટાઈટલ શહેરની જાહ્નવી પંચાલે જીત્યુ હતુ. મિસ ગુજરાત સેન્ટ્રલના ક્રાઉન સાથે શહેરના પાર્ટિ‌શીપન્ટસને અન્ય પાંચ એર્વોડસ પણ મળ્યા હતા. આમ ફેશન ફિયેસ્ટાના ગ્રાન્ડ ફિનાલેમાં શહેર છવાઈ ગયુ હતુ.

ગ્રાન્ડ ફિનાલેના ક્વેશ્યન આન્સર રાઉન્ડમાં જાહ્નવીને પૂછવામાં આવ્યું કે , તમે આ સ્પર્ધામાંથી શું શીખ્યાં ? જાહ્નવીએ સહજતાથી જવાબ આપ્યો કે, મે મારી જાતમાં વિશ્વાસ કરતા શીખી અને ફાઈનલી હું પોટેશિયલને રિયાલીટીમાં પરિવર્તિ‌ત કરતા શીખ્યું.

ફિનાલેમાં અમદાવાદ, સુરત અને શહેરના સિટી ફિનાલે વિજેતાઓ વચ્ચે જોરદાર કમ્પિટિશન યોજાઈ હતી. ટોપ ટેન પાર્ટિ‌શીપન્ટસની વચ્ચે ક્વેશ્ન આન્સર રાઉન્ડ યોજાયો હતો. જેના આધારે ગ્રાન્ડ ફિનાલેના વિજેતાઓ જાહેર કરાયા હતા. મિસ્ટર એન્ડ મિસ ગુજરાત સેન્ટ્રલ સેકન્ડ રનર્સ અપ તરીકે શહેરના આદિલ શેખ અને હરપ્રીત ગીલ વિનર થયા હતા.જ્યારે બેસ્ટ વોકની કેટેગરીમાં વસીમ ખાન અને યક્ષા પટેલ વિનર થયા હતા જ્યારે બેસ્ટ સ્માઈલમાં નેહા પટેલ વિનર થયા.

મિસ ઈન્ડીયા - મિસ યુનિવર્સ બનીશ : જાહ્નવી

વિનર થયા બાદ કેવુ લાગે છે?
રિઝલ્ટ અનએકસપેકટેડ હતુ.કોમ્પિટીશન ટફ હતુ પણ અંતે જીત મળી તેનો આનંદ છે.

ફ્યુચર પ્લાન શું છે ? : મિસ ઈન્ડીયા ૨૦૧૪ના ઓડિશનમાં સિલેકટ થઈ ચુકી છુ. મિસ ઈન્ડીયા અને ત્યાર બાદ મિસ યુનિવર્સ ટાર્ગટે છે.

ફિલ્મોમાં એન્ટ્રી લેવા માટે આ સ્પર્ધા બ્રીજ છે? : હા,કારણ કે આ એક એવુ સ્ટેજ છે જે વ્યકિતને આળખાણ આપે છે અને ઓર્પચ્યુનીટીઝ ક્રિએટ કરે છે.

તમારા પ્લસ પોઈન્ટ્સ કયાં હતા ? : ઈન્ટ્રોડકશન, સ્પીચ, વોક, ઈમોશન ઓન સ્ટેજ અન કવેશ્ચન આન્સર સેશનનો જોરદાર દેખાવ.