બરોડા સામે મહારાષ્ટ્ર અંડર-16ને પહેલા દિવસે પાંચ વિકેટે 246 રન નોંધાવ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: શહેરના રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે વિજય મર્ચન્ટ ટ્રોફિ અંતર્ગત યોજાઇ રહેલી બરોડા ક્રિકેટ એસોસયેશનની અંડર-16 ટીમ સામે મહારાષ્ટ્રની ટીમે મેચના પહેલા દિવસે પાંચ વિકેટે 246 રન નોંધાવ્યા હતા.
મહારાષ્ટ્રે ટોસ જીતીને બેટિંગ લેવાનું પસંદ કર્યું હતું. મહારાષ્ટ્ર તરફથી ઋષિકેષ મોટકરના 91 અને ઓમ ભોંસલેના 76 રન નોંધાવ્યા હતા. મોટકર અને પી.શાહે બીજી વિકેટની ભાગીદારીમાં 98 રન ઉમેર્યા હતા.પહેલા દિવસની રમતના અંતે ની સહાયથી 93 ઓવરમાં પાંચ વિકેટે 246 રન નોંધાવ્યા હતા.વડોદરા તરફથી અક્ષાંસ સિંધ, મિલન, રંગવાની, રાઠુઆએ એક એક વિકેટ લીધી હતી.