VSE માં ઇન્વેસ્ટર્સ-બ્રોકર્સ વચ્ચેની બેઠક નિષ્ફળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેબીએ વીએસઇ ર્બોડને ૩૦ મે પહેલાં જો સ્વિૈચ્છક રીતે બંધ કરવા નિર્ણય ન લે તો વીએસઇ ર્બોડ પાસેથી તમામ પાવર લઇ લેવા તથા વીએસઇની પ્રોપર્ટી નહીં વેચવાનો તેમજ સભ્યોને અન્યત્ર કંપનીમાં કોઇપણ પદ નહીં ભોગવવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે વીએસઇમાં આજે બ્રોકર ફોરમ-બ્રોકર શેરહોલ્ડરો તથા ઇન્વેસ્ટર શેરહોલ્ડરોની તાકીદની બેઠક મળી હતી.

બેઠકમાં વીએસઇને બચાવવા બ્રોકરો અને ઇન્વેસ્ટરો વચ્ચે ઘાટાઘાટો કરીને પ્રયાસો હાથ ધરાશે તેવી આશા હતી. પરંતુ બેઠકમાં ઇન્વેસ્ટર શેરહોલ્ડરોમાં ડૉ.માકડ પરીખ અને હિ‌માંશુ પારેખ હાજર રહ્યા હતા. બ્રોકર ફોરમ-બ્રોકર શેરહોલ્ડરોમાં પ૦થી વધુ બ્રોકરો હાજર રહ્યા હતા. બેઠકમાં વીએસઇને બચાવવા નક્કર ચર્ચા થઇ નહોતી. વીએસઇ બ્રોકર ફોરમે માગ સ્વીકારાય તો ૨૮મીએ મળનારી ઇજીએમની બેઠકમાં સ્વિૈચ્છક બંધનો પ્રસ્તાવ પાસ કરવા તૈયારી બતાવી હતી. બીજી બાજુ ઇન્વેસ્ટર શેરહોલ્ડરોએ વીએસઇના સંવિધાન અને કાયદા મુજબ નિર્ણય લઇ આગળ વધાવવાની તૈયારી દર્શાવી હતી.

ઇન્વેસ્ટરોને કોઇ રસ દેખાતો નથી

ઇન્વેસ્ટર શેરહોલ્ડરો વીએસઇના બ્રોકરોને તેમની ઓફિસનો કબજો તથા સબસિડિયરી કંપનીના શેરો આપે તો વીએસઇના બ્રોકર ફોરમના નેજા હેઠળ બ્રોકરો સમાધાનની ફોમ્યુલા પર આગળ વધી શકે છે. બેઠકમાં ઇન્વેસ્ટર શેરહોલ્ડરો તરફથી મોળો પ્રતિસાદ મળ્યો છે.
વિષ્ણ પટેલ, પ્રમુખ, બ્રોકર ફોરમ.

બંને પક્ષોની બેઠકો નિષ્ફળ નીવડી હોઇ હવે ઇજીએમ પર નજર

વીએસઇના કાયદા-બંધારણનો ઇન્વેસ્ટરો અમલ કરે તેવી ઇન્વેસ્ટરોની ધારણા-માગણી છે. આજની બેઠક કોઇ પરિણામ વગર નિષ્ફળ નીવડી છે. હવે ૨૮મીએ મળનારી ઇજીએમની બેઠક પર સૌની નજર છે. પ્રસ્તાવ ઊડી જશે તો સેબી વીએસઇનો કન્ટ્રોલ લઇ લેશે.
સુનીલ સમધાની, ચેરમેન, વીએસઇ.

હવે શું?

૨૮મીએ મળનારી ઇજીએમ પર મીટ
૨૮મીએ ઇજીએમની બેઠકમાં હાજર રહેનારા સભ્યો પૈકી જો ૭પ ટકા સભ્યો વીએસઇને સ્વૈચ્છિક રીતે બંધ કરવા માટે આવેલી દરખાસ્તને પાસ કરશે તો વીએસઇમાંથી એક્સચેન્જ કાયમ માટે બંધ કરવાની મહોર લાગી જશે. જોકે વીએસઇ કંપની તરીકે કાર્યરત રહેશે. પણ તેમાં કોઇપણ પ્રકારનું ટ્રેડિંગ થઇ શકશે નહીં.

તો સેબી ર્બોડ પર કબજો મેળવી લેશે

ઇજીએમમાં વીએસઇ ર્બોડનો પ્રસ્તાવ બ્રોકર ફોરમ કે બ્રોકરો ફગાવશે તો વીએસઇ ર્બોડનો પ્રસ્તાવ ઊડી જશે. પ્રસ્તાવ ઊડી જતાં સેબી એકશનમાં આવી કબજો મેળવી લેશે. વીએસઇનું સંચાલન કરવા પોતાના કોઇ અધિકારીની નિમણૂક કરી માન્યતા રદ કરવાની તમામ બંધારણીય પ્રક્રિયા પૂર્ણ કરશે.