મેનેજરે સહકર્મીના ફોટા ફેસબુક પર મુકી, બે વખત સગપણ તોડાવી નાખ્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેનેજર અંકિત પટેલ લગ્નનો પ્રસ્તાવ લઈ યુવતીના ઘરે ગયો હતો
યુવતીનાં માતા-પિતાએ ઇનકાર કરતાં પીછો કરવાનું શરૂ કર્યું


અટલાદરાની યુવતી સાથે લગ્ન કરવા ઉત્સુક મેનેજરે મંદિરે દર્શન કરવા ગયેલી સહકર્મચારી યુવતીનો હાથ પકડી અપશબ્દો ઉચ્ચાર્યા બાદ તેનાં બે વખત નક્કી થયેલાં સગપણ પણ તોડી નખાવ્યાં હતાં. એટલું જ નહિ‌, યુવતીને બદનામ કરવાના ઇરાદે અજાણ્યા એકાઉન્ટથી ફેસબુક પર ફોટા ફરતા કરી દીધા હતા. પોલીસે મેનેજર અને તેને મદદગારી કરનાર પિતરાઇની સામે છેડતીનો ગુનો નોંધી મેનેજરની ધરપકડ કરી હતી.

આ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતી ૨પ વર્ષીય યુવતી પાદરા તાલુકાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. માંજલપુર જૈન દેરાસર પાસેની સૂર્યદર્શન સોસાયટીમાં રહેતો અંકિત માણેકલાલ પટેલ તે કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. સહકર્મચારી યુવતી સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકી મેનેજર તેના ઘરે પણ ગયો હતો. જોકે, યુવતીનાં માતા-પિતાએ ઇનકાર કરતાં મેનેજરે તેનો પીછો કરવાનું શરૂ કર્યું હતું.

આગળ વાંચો યેનકેન પ્રકારે સગાઇ તોડવાનો રચ્યો કારસો...