પંડ્યા બ્રીજ પર પવન ખાવા બેસેલા આધેડનું નીચે પટકાતાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંડ્યા બ્રીજ પર શનિવારે રાત્રે સાયકલ ટેકવી બ્રીજની પાળી પર બેસી પવન ખાવા બેસેલા વૃધ્ધ નીચે પટકાતાં ગંભીર રીતે ઘવાયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. સયાજીગંજ પોલીસે બનાવની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વારસિયા ખાતેની પારસ સોસાયટીમાં રહેતા ૫૮ વર્ષીય દીલીપભાઈ રામચંદ્રભાઈ સાલી એલેમ્બીકમાં નોકરી કરતા હતા. તેમને લગ્ન જીવન દરમ્યાન એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તેઓ શનિવારે રાત્રે નોકરી પર જતા હતા ત્યારે પંડ્યા બ્રીજ પર તેમણે સાયકલ ટેકવી હતી અને બ્રીજ પાસે આવેલી મટન શોપ નજીકના બ્રીજની પાળી પર ૪ ફૂટની ઊંચાઈ પર તેઓ પવન ખાવા બેઠા હતા. દરમ્યાન અચાનક તેમનું સંતુલન ખોરવાઈ જતાં તેઓ નીચે પટકાયા હતા. નીચે પટકાતાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમને ઈજાઓ થવા પામી હતી. તેમને તુરંત સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુની જાણ થતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરિ વળ્યું હતું. બનાવને પગલે સયાજીગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.