વડોદરા: કોમ્પલેક્ષમાં લાઈટ જતાં લીફ્ટમાં ત્રણ લોકો ફસાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા મોનાલીસા કોમ્પલેક્ષમાં આજે સવારે ૧૧ કલાકે લાઈટ જતાં ત્રણ ઈસમો ફસાયા હતા. ફાયરબ્રિગેડને બનાવની જાણ કરતા ફાયરબ્રિગેડે મેન્યુઅલી રીતે લિફ્ટને ઉપરના ભાગે લઈ ત્રણેય ઈસમોને સહિસલામત લિફ્ટમાંથી બહાર કાઢ્યા હતા.

બનાવની મળતી માહિતી એવી છે કે, જીટીપીએલમાં ફરજ બજાવતા ત્રણ કર્મીઓ ચંદ્રકાત મોરે, વિજય કદમ અને રમન દાદા આજે મોનાલીસા કોમ્પલેક્ષમાં ચોથા માળેથી લિફ્ટ દ્વારા ગ્રાઉન્ડ ફ્લોર પર જઈ રહ્યા હતા એ સમયે અચાનક લાઈટ જતાં તેમની લિફ્ટ બંધ થઈ ગઈ હતી. બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડના લાશ્કરોએ તુરંત જ બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને ત્રણેય ઈસમોને મેન્યુઅલી રીતે લિફ્ટને ઉપરના ભાગે લઈ આવી ત્રણેય ઈસમોને સહીસલામત બહાર કાઢ્યા હતા.