ડાકોર નજીક જીપ પલ્ટી ખાઈ જતાં યુવકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રખીયાલ ગામ ખાતે બોલેરો જીપ પલ્ટી ખાઈ જતાં ચાલક યુવકનું મોત નિપજ્યું હતું. બનાવને પગલે ડાકોર પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકા ખાતે આવેલા નરાસડા ગામે રહેતા ૨૮ વર્ષીય ઈરફાનભાઈ સુલેમાનભાઈ વોરા જીપ ચલાવી જીવન ગુજારો કરતા હતા. તેઓ સોમવારે સાંજે ડાકોરથી રખીયાલગામે જતાં હતા. દરમ્યાન રખીયાલ ગામ નજીક અચાનક તેમનું સ્ટીયરિંગ પર કાબૂ જતો રહેતા જીપ પલ્ટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થવા પામી હતી. તેમને તુરંત સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમની હાલત વધુ લથડતી જતી હોઈ તેમને વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોમવારે મોડી રાત્રી બાદ તેમનું મોત નિપજ્યું હતું. તેમના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવને પગલે પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.