મહાવીર પાર્ક સોસાયટીમાં RCC રોડની અધુરી કામગીરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

25 મકાનોની સોસાયટીમાં ચાર મકાનો પાસે કામગીરી ન કરાતાં વિવાદ સર્જા‍યો : સોસાયટીના રહીશોની તંત્રને રજૂઆત

સુશેન તરસાલી રોડ ઉપર આવેલી મહાવીરપાર્ક સોસાયટીમાં આરસીસી રોડની કામગીરી અધુરી કરતાં રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સેવાસદનની લોકભાગીદારીથી સોસાયટીના આંતરિક ભાગે આરસીસીનો રોડ બનાવવાની યોજના અંતર્ગત મહાવીરપાર્ક સોસાયટીના રહીશોએ ૨૦ ટકા મુજબ ૧.૬૮ લાખ નાણાં ભર્યા હતા. ૨પ મકાનો ધરાવતી આ સોસાયટીમાં આરસીસી રોડની કામગીરી શરૂ થઇ હતી પરંતુ ચાર મકાનોના ભાગ બાકી હતા ત્યારે કોન્ટ્રાકટરે કામગીરી અટકાવી દેતાં વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. ૨૦„ મુજબ નાણાં ભર્યા છતાં કોન્ટ્રાકટરે કામગીરી અધુરી છોડી હોવાનો આક્ષેપ કર્યો છે. સોસાયટીના રહીશોએ વહીવટી ર્વોડનં-૪માં આ મામલે સતત રજૂઆતો કરી હતી પરંતુ ર્વોડ કચેરીના એન્જિનિયરિંગ વિભાગે વર્કઓર્ડર મુજબ કામગીરી કરી હોવાનો દાવો કર્યો હતો.

વર્કઓર્ડર મુજબ જ કામગીરી પૂરી કરી

મહાવીરપાર્ક સોસાયટીમાં ૧૨૦ મીટર રોડ બનાવવાની કામગીરી સોંપાઈ હતી. ર્વોડમાંથી જે માપણી આપી હતી તે મુજબ કામગીરી પૂરી કરી છે અને તેમાં કામગીરી અધૂરી છોડવામાં આવી નથી. - જયેશ પટેલ, આરસીસી રોડ કોન્ટ્રાકટર

20 ટકા મુજબ કામગીરી કરાઇ છે

મહાવીર પાર્ક સોસાયટી તરફથી ૨૦ ટકા નાણાં ભરવામાં આવ્યા હતા અને તે મુજબ ત્યાં આરસીસી રોડની કામગીરી કરવામાં આવી છે. આ એસ્ટિમેટ છ મહિ‌ના પહેલાંનો હતો અને તે કેવી રીતે બન્યો તેની મને જાણ નથી. - વિશાલ મહેતા, ડેપ્યુટી એન્જિનિયર, ર્વોડનં-૪, સેવાસદન

કામગીરી અધૂરી જ છે

સોસાયટીના પહેલાં મકાનથી છેલ્લાં મકાન સુધીનો જ રોડ બનાવવાનો હોય અને તેમાં એસ્ટિમેટ તો અમારે બનાવવાનો હતો નહીં. સોસાયટીમાં ચાર મકાનોનાં ભાગમાં કામગીરી બાકી રહે તે મુજબની તો કામગીરી અમે કરાવીએ નહીં અને તેના માટે ર્વોડનં-૪માં રજૂઆત કરી છે. - ભાવિક શુકલ, રહીશ-મહાવીરપાર્ક