વડોદરાના પટેલ પરિવારનું 3BHK ડ્રીમ હોમ: અંદરનો નજારો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: ઉપર ડાબેથી ભગવાન બુદ્ધની મૂર્તિ, બેડરૂમ તથા ઘરનો સુંદર પ્રવેશ દ્વાર)
વડોદરા: ઈન્ટિરિયર ડેકોરેટર, આર્કિટેક્ટનો વ્યવસાય એવો છે કે તેમને બીજા લોકો માટે તેમના સપનાનું ઘર બનાવી આપતા હોય છે. પણ, જ્યારે પોતાના ડ્રીમ હોમની વાત આવે ત્યારે તેમની પાસે ઢગલાબંધ આઈડિયાઝ, ક્રિએટિવિટી, કન્સેપ્ટ્સ હોય છે. આફ્ટરઓલ, આ તો પોતાના સપનાનું ઘર છે. પણ, બીજા કરતા પોતાનું ઘર ડિઝાઇન કરવાની વાત આવે ત્યારે તેમના મનમાં અજબ જુસ્સો જોવા મળે છે. આવી જ ફીલિંગ સાથે સજાવ્યું આર્કિટેક્ટ રુચિકા પટેલે પોતાનું ઘર.
માંજલપુર વિસ્તારના મોનાલીસા ફ્લેટ્સમાં આવેલું રુચિકા પટેલનું આ ડ્રીમ હોમ છે. પણ, આ ઘરના ડિઝાઇનિંગમાં પતિ તેજસ પટેલનો પણ રોલ છે. થ્રી બીએચકેના ફ્લેટને આકર્ષક કેવી રીતે બનાવવું તે આ ઘરમાં જોઈ શકાય છે. મેક્સિમમ સ્પેસ મળે તે રીતે આ ઘર ડિઝાઇન કરાયું છે. સ્પેસ યુટીલાઈઝેશનનું બેસ્ટ એક્ઝામ્પલ આ ઘર કહી શકાય. જેને કલરફૂલ આયામમાં જોઈ શકાય છે.

ફ્લેટમાં પ્રવશેતા જ એક ફોયર ડિઝાઇન કરાયો છે. જેમાં સીલિંગથી લઈને વોલ પર ચીલવુડની પટ્ટીનો યુઝ કરીને ટ્રેડિશનલ લૂક આપવામાં આવ્યો છે. ઘરનો ફોયર ઘણો નાનો હોવાના કારણે તેને હ્યુજ એરિયા દર્શાવવા માટે વોલ પર મિરરનો યુનિક આઈડિયા અપનાવવામાં આવ્યો છે. જેથી તેની રોફલેક્શનમાં એરિયા ડબલ રિફલેક્ટ થાય.
વડોદરાના પટેલ પરિવારના ઘરના બેડરૂમ, કિચન, ચિલ્ડ્રન રૂમ, ડ્રોઇંગ રૂમની વિશેષતાઓ જાણવા તથા અંદરનો નજારો નિહાળવા ફોટો બદલતા જાવ.
તસવીરો: દિપ્તી સાવંત, વડોદરા.