તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટી-શર્ટ પર દારૂબંધી સામે સ્લોગન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૮ હજાર સભ્યોનું ગ્રુપ ધરાવતા 'વી ડુ નોટ નીડ પ્રોહિ‌બિશન ઇન ગુજરાત’ નામના ગ્રુપે ઝૂંબેશ ઉપાડી

ગુજરતમાં દારૂબંધી છે. આ દારૂબંધી સામે ફેસબુક પર ૮ હજાર સભ્યોનું ગ્રુપ ધરાવતા 'વી ડુ નોટ નીડ પ્રોહિ‌બિશન ઇન ગુજરાત’ નામના ગ્રુપે ઝૂંબેશ ઉપાડી છે. ગ્રુપના કો-ઓર્ડિનેટર રાજીવ પટેલ કહે છે કે, અમે દારૂની તરફેણ નથી કરતા પરંતું દારૂબંધીની જે પોલિસી છે તે સામાન્ય માણસો અને પગારદાર લોકોની વિરુદ્ધની પોલિસી છે. આ પોલિસી દૂર કરવી તે પછીની વાત છે પરંતુ આ પોલિસીને હાલના સમયમાં રિવાઇઝ કરવાની જરૂર છે.

આ માટે એક પબ્લિક ડીબેટ કરવાની જરૂર છે. તેઓ આ અંગે અગાઉ ' ગુજરાતનું સૌથી મોટું જુઠ્ઠં ’ નામે એક પુસ્તક પણ પ્રસિદ્ધ કરી ચૂક્યા છે. હવે આ ગ્રુપ દ્વારા આ મહિ‌નામાં જ તસવીરમાં દેખાય છે તેવી 'માય ગોડ વોન્ટસ્ પ્રોહિ‌બિશન ફ્રી ગુજરાત’ પ્રિન્ટ કરેલી પ૦ જેટલી ટી શર્ટ બજારમાં વેચવાના છે. જેનાથી દારૂબંધી દૂર કરવાની તેમની વાતને ટી શર્ટ પહેરનારા, ખરીદનારા થકી સમર્થન મળશે. ૧ લાખ સહિ‌ઓ થાય પછી ફ્ેસબુક દ્વારા અને રૂબરૂમાં સરકારને ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માટે જાહેર ચર્ચા યોજવા રજૂઆત કરશે.