વુડાના ચેરમેનની કાર ઉપરથી લાઇટ અને સાયરન ઉતારાયાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતાની ફરિયાદ બાદ કાર્યવાહી
- નિયમ મુજબ લાઇટ દૂર કરવામાં આવી : વુડા ચેરમેન


વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ(વુડા)ના ચેરમેનને ફાળવેલી કાર ઉપરથી લાઇટ અને સાયરન દુર કરાઇ છે.
શહેર કોંગ્રેસ સમિતિના પ્રવકતા શૈલેશ અમીને ગત મહિ‌ને સરકારી વાહન ઉપર ગેરકાયદે રીતે લાલ કે પીળી લાઇટ અને સાયરન વાપરનારાઓ સામે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. જેમાં, વુડાના ચેરમેન એનવી પટેલને ફાળવેલી ઇનોવા કાર ઉપર પીળી લાઇટ અને સાયરન લગાડેલા હોવાથી તેની કાયદેસરતા સામે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો.

તેમને પ્રજામાં પોતાની હાજરીનો અહેસાસ કરાવવા માટે ખુલ્લા રોડ પર પણ જોરથી સાયરન વગાડવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો.જોકે, વુડા ચેરમેન એનવી પટેલની કાર ઉપરથી લાલ લાઇટ અને સાયરન ટ્રાફિક
પોલીસે કઢાવી નાંખ્યા હોવાની ટકોર કરી હતી. વુડાના ચેરમેન એન વી પટેલે જણાવ્યું હતું કે, કયા કયા વાહનો ઉપર લાઇટ સાઇરન લગાડી શકાય તે માટેની યાદી મંગાવવામાં આવી હતી અને તેમાં વુડાના ચેરમેનનો ઉલ્લેખ ન હોવાથી તેમણે જ લાઇટ-સાયરન દુર કરાવી હતી.