• Gujarati News
  • Letter To State And Central Government On Fountain Issue

કમાટીબાગમાં ફાઉન્ટેન મુદ્દે રાજ્ય-કેન્દ્રને પત્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ફાઉન્ટેનના વિવાદના પડઘા ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચાડાયા
- રેસક્યુ ગ્રૂપે પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મંત્રીઓને પત્ર લખી સહકાર માંગ્યો


કમાટીબાગમાં લેસર ફાઉન્ટેનના વિરોધમાં ચાલી રહેલા આંદોલનથી પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, મંત્રીમંડળ તેમજ જિલ્લા કલેકટરોને વાકેફ કરતો પત્ર રેસક્યુ વડોદરા ગ્રૂપે લખતાં તેના પડઘા હવે માત્ર વડોદરા પૂરતા નહીં પણ ઠેઠ દિલ્હીના દરબાર સુધી પાડવાનો તખતો ગોઠવાયો છે.

કમાટીબાગમાં સેવાસદન દ્વારા લેસર ફાઉન્ટેન બનાવવાની કરેલી પેરવી સામે વિરોધ વંટોળ સર્જા‍યો હતો. ત્રણ મહિ‌ના અગાઉ મુલતવી રખાયેલ લેસર ફાઉન્ટેનનુ કામ સેવાસદનની સભાના એજન્ડામાં મંજુરી માટે રજૂ કરવામાં આવી છે. જેના વિરોધમાં વિવિધ સંગઠનો મેદાનમાં આવ્યા છે.

કમાટીબાગની ત્રણ એકર જમીન માત્ર આઠ લાખની વાર્ષિ‌ક આવક મેળવવા માટે પધરાવવાના કારસાનો ઉલ્લેખ કરીને રેસક્યુ વડોદરા ગ્રૂપના જીતેન્દ્ર ચંદવાણીએ કમાટીબાગના મૂળ સ્વરૂપના ફોટા, હાલના આંદોલનના ફોટોગ્રાફસ સહિ‌તની બાબતો રાજય સરકાર, કેન્દ્ર સરકાર અને તમામ કલેકટરોને મોકલાયેલા ઇ મેઇલ થકીના પત્રમાં દર્શાવી છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અકોટા ગાર્ડન ખાતે સહીઝુંબેશ કરી હતી અને અકોટા ગાર્ડન વોકર્સ ગ્રૂપે સમર્થન આપ્યુ હતુ. શુક્રવારે લાલબાગ ખાતે સહીઝુંબેશનુ એલાન આપવામાં આવ્યું હતું. કમાટીબાગમાં જોય ટ્રેન મૂકાવીને વ્યાપારીકરણ થઈ રહ્યુ હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે  કર્યો હતો.

અકોટા માં ફાઉન્ટેન બંધ

અકોટા ગાર્ડન વોકર્સ ગ્રૂપના આગેવાનોએ કમાટીબાગ અવેરનેસ ગ્રૂપને લેખિતમાં બિનશરતી સમર્થન આપતા જણાવ્યુ હતુ કે, બે વર્ષથી અગાઉ અકોટા ગાર્ડનમાં ફાઉન્ટેનબંધ હાલતમાં છે. રજૂઆતો છતા આજદિન સુધી હકારાત્મક પરિણામ મળ્યુ નથી. આ સંજોગોમાં, કમાટીબાગના બદલે અન્ય સ્થળે લેસર ફાઉન્ટેન બનવુ જોઇએ તેમ તેમણે માગ કરી છે.

રન ફોર કમાટીબાગનો રૂટ

ર્મોનિ‌ગ વોકર્સ કલબ દ્વારા રવિવારે સવારે રનફોર કમાટીબાગ યોજાશે. જે બેન્ડસ્ટેન્ડથી લઇને મ્યુ.કમિશનરના બંગલાના ગેટથી રોડ ઉપર નીકળી વીસીના બંગલાની સામેના ગેટથી બાગમાં પ્રવેશી પૂરી થશે.