તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોજેક્ટ્સથી લર્નિંગ સરળ બન્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બરોડા હાઈસ્કૂલમાં એજ્યુકેશન એક્ઝિબિશન યોજાયું

'લર્નિંગ થ્રુ પ્રોજેક્ટ’ એ આજના જમાનાનો લર્નિંગનો નવો કન્સેપ્ટ બન્યો છે. આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને બરોડા હાઈસ્કૂલ બગીખાના ખાતે કેજી તેમજ પ્રાથમિક વિભાગનો એક વિશેષ એજ્યુકેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ટ્રેડિશનલ લર્નિંગ ટુ એમ્પાવર્ડ લર્નિંગ’ વિષય પર યોજાયેલ આ એક્ઝિબિશન્સમાં વિવિધ વિષયોના ૧૦૦૦થી પણ વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત વિવિધ એક્ટિવિટીઝ આયોજિત કરવામાં આવી હતી.

એક સાથે વિવિધ વિષયો જેવા કે, હિ‌ન્દી, ગુજરાતી, સાયન્સ, મેથ્સ, સમાજવિદ્યા, સંસ્કૃત, સ્પોર્ટ્સ જેવા વિષયો પર પ્રોજેક્ટ્સ, મોડેલ તથા ચાર્ટ્સ બનાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રોજેક્ટ્સ પણ બનાવવામાં આવ્યા હતા.આ એક્ઝિબિશનમાં કેજી સેક્શનથી લઈને ધોરણ ૮ના સ્ટુડન્ટ્સે પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. જેમાં કેજી સેક્શનના પ્રોજેક્ટ ટીચર્સે બનાવ્યા હતા, બાકીના તમામ પ્રોજેક્ટ્સ સ્ટુડન્ટ્સે જ બનાવ્યા હતા. દર વર્ષે સ્કૂલ દ્વારા જૂન સત્રથી જ પ્રોજેક્ટ બનાવવાનો આરંભ થઈ જાય છે.

જેમાં સ્ટુડન્ટ્સ જાતે જ પ્રોજેક્ટ્સ બનાવે છે. લર્નિંગ થ્રુ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ આપણા દેશના ચલણી નાણાં તેમજ તેનો ઈતિહાસ જાણે તે માટે સિક્કા અને દેશવિદેશની ચલણી નોટોનું કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં એક સ્ટુડન્ટ્ના પિતા વિનોદભાઈએ પોતાનું કલેક્શન દરેક સ્ટુડન્ટ્સને સમજાવ્યું પણ હતું. સ્કૂલ દ્વારા આ લર્નિંગ અને શેરિંગનો અનોખો પ્રયાસ કરાયો હતો, જે પ્રેક્ટિકલ માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.આ પ્રદર્શનને બરોડા હાઈસ્કૂલની ચારેય બ્રાન્ચના ટીચર્સ, સ્ટુડન્ટ્સ તેમજ અન્ય સ્કૂલ્સના સ્ટુડન્ટ્સે પણ નિહાળ્યું હતું.

આ અંગે વધુ વાંચવા તસવીર પર ક્લિક કરો....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો